સાધુ વાસવાણી રોડ પર નટરાજ નગરમાં યુવાનને તારે અહીંથી ગાડી લઈને નિકળવું નહીં કહીં તેજ વિસ્તારમાં રહેતા શખ્સે મારકુટ કરી યુવાન અને તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગાંધીગ્રામ-2 પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સાધુ વાસવાણી રોડ પર વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં રઘુ નનુભાઈ ચાવડા (ઉ.વ.25) નટરાજ નગરમાં હતો ત્યારે તેજ સ્થળે આવાસ ક્વાર્ટરમાં રહેતાં પ્રદીપ મનુભાઈ બારૈયાએ ઉચામાં આવી ગયા છો કહીં ગાળો દઈને મારકુટ કરી તેના ઘર પાસે જઈ તેને અને તેનાં માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રઘુ કોન્ટ્રાક્ટ બેઇઝ પર નાનામવા સર્કલ નજીક ટ્વીનસ્ટાર સાઉથ બિલ્ડિંગમાં સ્થિત અપર્વા કંપની સ્માર્ટમીટર કંપનીમાં ડ્રાઈવીંગ અને સફાઈ કામદારી તરીકે નોકરી કરે છે. તા. 15નાં તે નટરાજનગરમાં ચાલવા નીકળતા આરોપી પ્રદીપે તેને મારકુટ કરી હતી. રઘુ તેના શેઠની ગાડી લઈ તેના ઘરે જમવા આવતો હોવાથી આરોપીને નહીં ગમતાં ‘તારે ગાડી લઈને અહીંથી નિકળવું નહીં’ કહી ગાળો આપી હતી.
