સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે નંદ વીલા બી-10રમાં રહેતા અને ધ્રોલની સરકારી સ્કૂલમાં ફરજ બજાવતાં જગદિશભાઈ નરભેરામભાઈ સવસાણી (ઉ.વ.46)ની કાર સાથે અકસ્માત કરનાર અજાણ્યા બાઈક ચાલકે ગાળો દઈ, છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જગદિશભાઈએ પોલીસને જણાવ્યું કે ગઈ કાલે તેને તેના દીકરાએ કોલ કરી વાત કરી હતી કે આપણી ગાડીમાં એક ભાઈએ બાઈક અથડાવેલું છે, તમે જલ્દી આવો. જેથી તે તેના ઘર પાસે પહોંચ્યા હતા. આ સમયે ત્યાં એકઠા થયેલા સ્થાનિકોમાંથી એકે તેને વાત કરી હતી કે તેની એપાર્ટમેન્ટ પાસે કારમાં બાઈક ચાલકે તેનું બાઈક અથડાવી દીધું હતું.
આ સમયે ત્યાં હાજર અજાણ્યા બાઈક ચાલકે તેને અને ત્યાં હાજર એપાર્ટમેન્ટના અન્ય લોકોને ગાળો આપી, તેનું બાઈક ત્યાં જ મૂકી જતો રહ્યો હતો. થોડીવાર બાદ આરોપીએ ફરી આવી ત્યાં નેફામાંથી છરી કાઢી બધાને બતાવી તમે લોકોએ પોલીસ ફરિયાદ કરી છે તો તમને જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી જતો રહ્યો હતો.
