હળાહળ કળીયુગ, વૃધ્ધાનું અવસાન થતાં 9 લાખની FD વટાવી કથા કરી નાખી

જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાનું અવસાન થયા બાદ તેઓના બેન્ક ખાતામાંથી નવ લાખ રૂૂપિયા ની રકમ ઉપાડી લઈ પાડોશમાં રહેતા પિતા-પુત્ર એ…

જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાનું અવસાન થયા બાદ તેઓના બેન્ક ખાતામાંથી નવ લાખ રૂૂપિયા ની રકમ ઉપાડી લઈ પાડોશમાં રહેતા પિતા-પુત્ર એ તેમના નામે કથા કરી નાખી અને છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.
મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલના વતની અને હાલ મોરબી જિલ્લાના ઘુંટુ ગામમાં રહેતા દશરથસિંહ બળવંતસિંહ જાડેજાએ જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા રતુભા હનુભા જાડેજા અને તેના પુત્ર સામે રૂૂપિયા નવ લાખની રકમ પોતાના ભાભુના બેન્ક ખાતામાંથી ચેક મારફતે ઉપાડી લઈ કથા કરવાના બહાને અંગત ઉપયોગમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દશરથસિંહ ના ભાભુ રાજુબા કે જેઓ બંને આરોપીઓના પાડોશમાં રહેતા હતા, અને તેઓનું થોડા સમય પહેલા અવસાન થઈ જતાં સમગ્ર પરિવારજનો દ્વારા તેઓના નામે કથા સપ્તાહ કરવાનું વિચાર્યું હતું. દરમિયાન પાડોશમાં રહેતા રતુભા જાડેજા અને તેના પુત્રએ રાજુબાના બેન્ક ખાતા માં પડેલી નવ લાખ ની રકમ, કે જે બે કટકે ઉપાડીને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. તેમજ સામાન્ય નાની કથા કરીને તેમાં રાજુબાના પરિવારના કોઈ સભ્યને જોડ્યા ન હતા, અને પોતાની રીતે કથા પૂર્ણ કરી લઈ સમગ્ર પરિવાર સાથે છેતરપિંડી કરી હોવાથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જે મામલે પીએસઆઇ ડી.જે. રાજ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *