વાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇ

જાનીવડલા અને ઢુવાના શખ્સોને દારૂ આપવા આવ્યો હોવાની કબુલાત વાંકાનેરના પાડધરા નજીકથી કારમાંથી દારૂૂ મળી આવ્યો. પોલીસે દારૂૂ અને ઇકો ગાડી સહિત ચાર લાખના મુદામાલ…

જાનીવડલા અને ઢુવાના શખ્સોને દારૂ આપવા આવ્યો હોવાની કબુલાત

વાંકાનેરના પાડધરા નજીકથી કારમાંથી દારૂૂ મળી આવ્યો. પોલીસે દારૂૂ અને ઇકો ગાડી સહિત ચાર લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી છે. બે શખ્સના નામ સામે આવ્યા છે, જેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.


વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે, પાડધરા નજીકથી એક ઇકો ગાડી પસાર થઈ રહી હતી. તે ગાડીને રોકીને ચેક કરતાં ગાડીમાંથી કુલ મળીને 500 લિટર દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે એક લાખ રૂૂપિયાની કિંમતનો દારૂૂનો જથ્થો તેમજ ત્રણ લાખ રૂૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ચાર લાખનો મુદામાલ કબજે કર્યો છે. પાડધરા ગામ પાસે આવેલી મહાનદીના પુલ ઉપરથી દેશી દારૂૂ ભરેલી નંબર પ્લેટ વગરની ગાડીને લઈને નીકળેલા આરોપી અજયભાઇ ભગવાનભાઈ મકવાણા (ઉં.વ.20) રહે.

નાળીયેરી તાલુકો ચોટીલાને પકડીને પોલીસે કાર્યવાહી કરી હતી. આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો આરોપીને ચાંપરાજભાઇ (રહે. જાનીવડલા તાલુકો ચોટીલા)એ આપ્યો હતો, મયુર ઉર્ફે નાગરાજ હરેશભાઇ અસવાર (રહે. ઢુવા)ને આપવા માટે જતો હતો તેવું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે હાલમાં ત્રણ શખ્સની સામે ગુનો નોંધ્યો છે અને પકડવાના બાકી બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *