કચરો સળગાવતી વખતે દાઝી જતા મહિલાનું મોત

જામજોધપુરની તિરુપતિ સોસાયટીનો બનાવ જામનગર જિલ્લાના જામજોધપુર માં તિરુપતિ સોસાયટીમાં રહેતા 70 વર્ષ મહિલા પોતાના ઘરની બહાર કચરો સળગાવી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે સાડીનો…

જામજોધપુરની તિરુપતિ સોસાયટીનો બનાવ

જામનગર જિલ્લાના જામજોધપુર માં તિરુપતિ સોસાયટીમાં રહેતા 70 વર્ષ મહિલા પોતાના ઘરની બહાર કચરો સળગાવી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે સાડીનો છેડો સળગ્યો હતો, અને પોતે પણ દાઝી ગયા હતા, અને તેઓનું મૃત્યુ નિપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનના તિરૂૂપતિ સોસાયટીમાં રહેતા મુક્તાબેન રવજીભાઈ સાપરિયા નામના 77 વર્ષના બુઝુર્ગ મહિલા કે જેઓ છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતાં, અને તેની દવા પણ ચાલતી હતી. દરમ્યાન તેઓ ગઈકાલે પોતાના ઘરની બહાર કચરો સલગાવતા હતા.

દરમિયાન સાડીના છેડો સળગી ઊઠ્યો હતો.જેના કારણે પોતે પણ ગંભીર સ્વરૂૂપે દાઝી ગયા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર જયેશ રવજીભાઈ સાપરીયા એ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.કે કંડોરીયાએ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *