ગુજરાત
નાની બહેન સાથે ઝઘડો કરતી કોલેજિયન યુવતીને પિતાએ ફડાકો મારતા ફિનાઇલ પી લીધું
શહેરમાં સાધુ વાસવાણી રોડ ઉપર નટરાજનગરમાં નાની બહેન સાથે ઝઘડો કરતી કોલેજીયન યુવતીને પિતાએ ફડાકો મારી દેતા યુવતીને માઠુ લાગી આવતા ફીનાઈલ પી લીધું હતું. યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબમાં સાધુ વાસવાણી રોડ ઉપર નટરાજનગરમાં આરએમસીના ક્વાર્ટરમાં રહેતી સાનિયાબેન અજયભાઈ રાજભર નામની યુવતી પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. સાનિયાબેન રાજભરને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં સાનિયાબેન રાજભર મૂળ ઉત્તર પ્રદેશની વતની છે અને તેના પિતા છેલ્લા 15 વર્ષથી અહીંયા કલરકામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને સાનિયાબેન રાજભર કોલેજમાં અભ્યાસ કરે છે સાનિયાબેન રાજપર તેની નાની બહેન સાથે ઝઘડો કરતી હતી ત્યારે પિતાએ ફડાકો મારતા તેણીને માઠું લાગી આવતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભગવતીપરા દરબારવાડી શેરીમાં રહેતા રણજીતસિંહ ખોટુભા જાડેજા (ઉ.વ.65) રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે હિતેષ, મયુર અને તેની સાથેના અજાણ્યા શખ્સે ઝધડો કરી તલવાર-ધોકા વડે માર મારતાં માથે તેમજ શરીરે ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે રૈયાધાર વિસ્તારમાં રહેતા કાળુ રતુભાઈ દેત્રોજા નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે અમર સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસને નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સિઝનલ રોગચાળો વધુ વર્ક્યો, શાપરના યુવાનનું ડેન્ગ્યુથી મોત
રાજકોટમાં બિમારી સબબ યુવાને દમ તોડ્યો
રાજ્યભરમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળાએ માજા મૂકી છે. રોગચાળો જીવલેણ બની રહ્યો હોય તેમ શાપરમાં પેટીયુ રળવા આવેલા શ્રમિક યુવકનું ડેન્ગ્યુની બીમારીથી રાજકોટ સરવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં આવેલી ગોલ્ડન કંપનીમાં રહેતો અને કામ કરતો મોહમદ તૈયબભાઈ અંસારી નામનો 26 વર્ષનો યુવાન ગોલ્ડન કંપનીમાં હતો. ત્યારે તેની તબિયત લથડતા બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં યુવાન ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા અનિલ ભીમજીભાઈ સોલંકી નામનો 33 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બીમારીસબબ બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
14 કિલો ચાંદી ઓળવી જવાના ગુનામાં આરોપી પિતા-પુત્રની જામીન અરજી રદ
રોજ રાજકોટના બાબુભાઈ પ્રાગજીભાઈ કાનપરિયા (રહે. નિત્યવિલા સોસાયટી બ્લોક નંબર 15, 80 ફૂટ રોડ)એ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાંદીના કારીગરો મનોહર સત્યનારાયણ સોની અને સત્યનારાયણ રામેશ્વરલ સોની બંને પિતા પુત્ર (રહે. યશ કોમ્પ્લેક્સ ત્રીજો માળ ફ્લેટ 104 સિલ્વર નેસ્ટ સોસાયટી ભાવનગર રોડ રાજકોટ મૂળ રહે ભોપાલગઢ ગદરમાળા જિલ્લો ભીલવાડા રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવેલ કે તેમણે 21 કિલો ચાંદી આરોપી મનોહર સત્યનારાયણ સોની તથા સત્યનારાયણ રામેશ્વરલ સોની બંને પિતા પુત્રને આપેલ, જે પૈકી 7 કિલો ચાંદી પરત આપેલ અને બાકી રહેતું 14 કિલો ચાંદી પરત આપેલ નહીં અને અવાર નવાર માગણી કરવા છતાં પણ 14 કિલો ચાંદી પરત આપેલ નહીં અને ફરિયાદીનું ચાંદી ઓળવી ગયાની ફરિયાદ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
જેમાં પોલીસે આરોપી મનોહર સત્યનારાયણ સોની તથા સત્યનારાયણ રામેશ્વરલ સોનીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટની સૂચનાથી જેલ હવાલે કરેલ, દરમિયાન જેલમાં રહેલા આરોપી પિતા પુત્રે જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તેમાં સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ચાંદી મેળવી અને તેમના ગામ રાજસ્થાનમાં તે ચાંદીને વેચાણ કરી તેની રકમ ઓળવી જઈ ફરિયાદીને ચાંદી કે ચાંદીની રકમ આપેલ નહીં અને અન્ય વેપારીની પણ 15 લાખ જેટલી કિંમતની ચાંદી લઈ જઈ ઓળવી ગયેલ છે. આરોપીઓને જામીન આપવા જોઈએ નહીં તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ એસ. વી. શર્માએ રાજસ્થાની પિતા પુત્ર બંનેની જામીન અરજી રદ કરી છે.
ગુજરાત
પોલીસ તંત્રમાં ટૂંક સમયમાં પ્રમોશનનું બોનસ
60થી વધુ પોલીસ અધિકારીઓને પ્રમોશન આપવા તૈયારી
દિવાળી બાદ નવા વર્ષની શરુઆત થઈ ગઈ છે અને આ નવા વર્ષમાં પોલીસ વિભાગમા કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. આ નવું વર્ષ કેટલાક પોલીસ અધિકારીઓ માટે ખુશીના સમાચાર લાવી શકે છે. આ અંગે વિગતે વાત કરીએ તો, પોલીસ વિભાગના અધિકારીઓને પ્રમોશન મળી શકે છે.
જાણવા મળતી વિગતો અનુસાર આ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠક મળી હતી. જેમાં પોલીસ વિભાગના અધિકારીઓને પ્રમોશન આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉૠઙ વિકાસ સહાય સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજ્યમાં નવા 36 જેટલા જઉઙઘ કાર્યરત કરવા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચામાં મુજબ 36 જઉઙઘમા નવા મુતા મુકવામાં આવશે. આ ઉપરાંત પીઆઇ કક્ષાના અધિકારીને પ્રમોશન આપવાની મંજૂરી મામલે ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આગમી દિવસોમાં ગૃહવિભાગ દ્રારા 60થી વધુ પોલીસ અધિકારીને પ્રમોશન આપવામાં આવશે.
તો બીજી તરફ હાલમાં તહેવારોની સિઝનમાં અકસ્માતના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. તો બીજી તરફ રાજ્યના એક જિલ્લામાં અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેની નોંધ ગૃહ વિભાગે પણ લીધી છે. દાહોદ જિલ્લા પોલીસે માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે ગંભીરતાપૂર્વક મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે સંવેદનશીલ કામગીરી કરી છે. જેને પરિણામે દાહોદ જીલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 85 વાહન અકસ્માતોમાં ઘટાડો થયો છે, એટલુ જ નહિ, 69 માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે.
ટ્રાફિક અવેરનેસ, ડ્રંક એન્ડ ડ્રાઇવ, હેલ્મેટ-સીટ બેલ્ટ સહિતની ખાસ ડ્રાઇવ ઉપરાંત ડ્રોન કેમેરાના ઉપયોગથી અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી માટે દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતાં.
લોકોમાં ટ્રાફિક આવેરનેસ લાવવાની સાથોસાથ રોડ એન્જીનીયરિંગ અને પોલીસ એન્ફોર્સમેન્ટ કામગીરી પર વિશેષ ભાર મુકવામાં આવ્યો. જેમાં અગાઉના 10 વર્ષમાં સર્જાયેલા માર્ગ અકસ્માતોનું મેપિંગ કરીને સુધારા યોગ્ય રોડ એન્જિનિયરિંગના ટુંકા ગાળાના અને લાંબા ગાળાના સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા.
-
રાષ્ટ્રીય1 day ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
ક્રાઇમ23 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ23 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત23 hours ago
સિવિલ હોસ્પિટલમાં તાલાલાના યુવાનની લાશ 8 કલાક રઝળી