બેડના યુવાનનું એટીએમ કાર્ડ બદલી ખાતામાંથી 40,000 ઉપાડી લેવાયા

માતાની સારવાર માટે જામનગર આવેલા યુવાને શખ્સની મદદ માંગતાં ચીટીંગનો ભોગ બન્યો જામનગર નજીક બેડ માં રહેતો એક યુવાન પોતાની માતાની સારવાર કરાવવા માટે જામનગર…

માતાની સારવાર માટે જામનગર આવેલા યુવાને શખ્સની મદદ માંગતાં ચીટીંગનો ભોગ બન્યો

જામનગર નજીક બેડ માં રહેતો એક યુવાન પોતાની માતાની સારવાર કરાવવા માટે જામનગર આવ્યો હતો, અને એ.ટી.એમ. માં પૈસા ઉપાડવા માટે એક શખ્સ ની મદદ લેતાં છેતરપિંડી નો શિકાર બન્યો છે. જેણે એટીએમ કાર્ડ બદલી નાખી પાસવર્ડ જાણી લીધા બાદ ખાતામાંથી રૂૂપિયા ચાલીસ હજાર ઉપાડી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગતો એવી છે કે જામનગર તાલુકાના બેડમાં રહેતો દીપક તુલસીભાઈ સોનગરા નામનો 46 વર્ષનો યુવાન પોતાની માતાની સારવાર કરાવવા માટે જામનગર આવ્યો હતો, અને ઓશવાળ હોસ્પિટલમાં માતાને દાખલ કર્યા પછી પૈસા ની જરૂૂરિયાત ઊભી થતાં નજીકમાં જ આવેલા બેંકના એટીએમ માં પૈસા ઉપાડવા માટે ગયો હતો, જે દરમિયાન એટીએમ મશીન પાસે ઉભેલા એક યુવાનની મદદ લીધી હતી. જેણે પૈસા ઉપાડવામાં મદદ કરતી વખતે પૈસા ગણવામાં રોકી રાખી તેનું એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું, અને સાથે સાથે પાસવર્ડ પણ જાણી લીધો હતો.

ત્યારબાદ દિપક સોનગરા હોસ્પિટલમાં જતાં થોડીવાર મા તેના ખાતામાંથી કટકે કટકે બે વખત વીસ વીસ હજાર રૂૂપિયા ની રકમ ઉપડી લીધાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી તેણે તરત જ બેંક નો સંપર્ક સાધ્યો હતો.
જે દરમિયાન બેંકવઅધિકારીએ તેનું એટીએમ કાર્ડ બદલી ગયું હોવાનું જણાવ્યું હતું. અને એટીએમ મશીન પાસેના સીસીટીવી કેમેરામાં શખ્સ દ્વારા એટીએમ કાર્ડ બદલી નાખ્યાનું ધ્યાનમાં આવ્યું હતું. જેણે બોગસ એટીએમ કાર્ડ આપીને બેડના યુવાનના કાર્ડનો ઉપયોગ કરી ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ પથકમાં લઈ જવાયો છે, અને અજ્ઞાત શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં5 પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *