વાંકાનેરના ઢૂવામાં 14 માસની બાળાને રિવર્સમાં આવતી કારે કચડી નાખી

વાંકાનેરના ઢૂવા ગામે કંપનીમાં કામ કરતાં શ્રમિક પરિવારની 14 માસની માસુમ બાળકી કંપનીના કંપાઉન્ડમાં રમતી હતી ત્યારે કલર કામ કરતાં શખ્સે પોતાની કાર રિવર્સમાં લેતી…

વાંકાનેરના ઢૂવા ગામે કંપનીમાં કામ કરતાં શ્રમિક પરિવારની 14 માસની માસુમ બાળકી કંપનીના કંપાઉન્ડમાં રમતી હતી ત્યારે કલર કામ કરતાં શખ્સે પોતાની કાર રિવર્સમાં લેતી વખતે 14 માસની બાળકીને કચડી નાખી હતી. બાળકીના મોતથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના ઢુવા ગામે આવેલ કયુરન સિરામીકમાં કામ કરતાં શ્રમિક પરિવારની આયુષીબેન હિતેશભાઈ ઠાકુર નામની 14 માસની બાળકી કંપનીના કંપાઉન્ડમાં રમતી હતી તે દરમિયાન કંપનીમાં કલર કામ કરતાં મનીષ કલર કામ વાળાએ કાર રિવર્સમાં લેતાં 14 માસની બાળકી ઠોકરે ચડી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલીક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળાનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને મૃતક આયુષીબેન ત્રણ ભાઈની એકની એક નાની બહેન હતી. આયુષીબેન ઠાકુર કંપનીના કંપાઉન્ડમાં રમતી હતી ત્યારે રિવર્સમાં આવેલી કારે કચડી નાખી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *