મોરબીના ચકમપર ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત

મોરબીના ચકમપર (જી) ગામે રહેતો 30 વર્ષીય યુવાન પોતાના ઘરે દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતુ. મોરબી…

મોરબીના ચકમપર (જી) ગામે રહેતો 30 વર્ષીય યુવાન પોતાના ઘરે દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતુ.

મોરબી તાલુકાના ચકમપર (જી) ગામના રહેવાસી જયદીપ મંગાભાઈ ડાઈ (ઉ.વ.30) નામના યુવાન ગત તા. 21 ના રોજ બપોરે સવા ચાર વાગ્યાના અરસામાં પોતાના મકાને દવા પી લેતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો સારવાર દરમીયાન યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર દવા પીધી તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.

મોરબીના ઘુંટુ ગામે બંધ મકાનમાંથી 1.19 લાખની ચોરી
મોરબીના ઘૂટું ગામે રામનગરી સોસાયટીમાં રહેતા ડાહીબેન માવજીભાઈ વાળા (ઉ.વ.65) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 18-12 ના રાત્રીના 12 વાગ્યાથી બીજા દિવસે સવારે 9 વાગ્યા દરમીયાન ચોર ઇસમોએ મકાનના હોલનો દરવાજાનો નકુચો તોડી રૂૂમમાં પ્રવેશ કર્યો હતો રસોડાના સ્ટોરમાં રાખેલ તિજોરીમાં ફરિયાદીના સોના ચાંદીના દાગીના અને રોકડ સહીત કુલ રૂૂ 1,19,485 નો મુદામાલ ચોરી કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *