Connect with us

Sports

રણજીમાં બોલર ઉમેશ યાદવનો જલવો, 10મા સ્થાને સદી ફટકારી

Published

on

ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં 57 ટેસ્ટ મેચ રમનાર અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ઘણા પ્રસંગોએ મેચ વિનિંગ બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, રણજી ટ્રોફીમાં ઉમેશ યાદવનું પ્રદર્શન બોલથી નહીં પણ બેટથી. જેમાં ઉમેશ યાદવે 10મા નંબર પર બેટિંગ કરતા ચોંકાવનારી સદી ફટકારી હતી.


ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઝડપી બોલર ઉમેશ યાદવે ઓડિશા સામે રમતા વિદર્ભ સામે 119 બોલમાં 128 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. ઉમેશ યાદવની આ મેચ વિનિંગ ઇનિંગ્સની મદદથી વિદર્ભની ટીમે 467 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ઉમેશ યાદવની મદદ કરતાં તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. જેની મદદથી ઉમેશ યાદવે માત્ર 14 બોલમાં 70 રન બનાવ્યા હતા. વિદર્બ અને ઓડિશા વચ્ચે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં વિદર્ભની ટીમે ઉમેશ યાદવની સદીની મદદથી પ્રથમ દાવમાં 467 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓડિશાની ટીમે પ્રથમ દાવમાં 274 રન બનાવ્યા અને ત્યાર બાદ જ્યારે ઓડિશાની ટીમને ફોલોઓન મળ્યું. જે બાદ ઓડિશાની ટીમે 6 વિકેટના નુકસાન પર 230 રન બનાવ્યા અને આ રીતે મેચ ડ્રો રહી.

Sports

10 વર્ષ બાદ ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ટોપ-20માંથી બહાર

Published

on

By

કેપ્ટન રોહિત શર્મા 26મા સ્થાને

સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને બુધવારે આઈસીસીએ જાહેર કરેલા લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શનને કારણે કોહલી બેટરોના રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર થયો છે. 2014 બાદ પ્રતમવાર આવું બન્યું છે, જ્યારે કોહલી બેટરોના રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર થઈ ગયો છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં માત્ર 93 રન બનાવ્યા હતા.


કોહલી હવે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં 22માં સ્થાન પર છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 26માં સ્થાને છે. ટેસ્ટ બેટરોના રેન્કિંડમાં ટોપ પર જો રૂૂટ છે, તેણે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. રૂૂટ બાદ કેન વિલિયમસન અને હેરી બ્રૂક છે. ભારતના યુવા બેટર યશસ્વી જાયસવાલને પણ એક સ્થાનનું નુકસાન થયું અને તે ચોથા સ્થાને ખસી ગયો છે. વિકેટકીપર બેટર રિષભ પંતને પાંચ સ્થાનનો ફાયદો થયો અને તે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શુભમન ગિલ 16માં સ્થાને છે. ભારતનો અનુભવી સ્પિનર રવિન્દ્ર જાડેજા લેટેસ્ટ રેન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આર અશ્વિન પાંચમાં સ્થાને છે. જાડેજાએ મુંબઈ ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી. વોશિંગટન સુંદર ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં 46માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે એજાઝ પટેલ 22માં સ્થાન પર પહોંચ્યો છે. એજાઝને 12 સ્થાનનો ફાયદો થયો છે.

Continue Reading

Sports

IPL-2025, હરાજીના લિસ્ટમાં ટ્રીસ્ટન સ્ટબ્સનું નામ જોઈ દિલ્હી કેપિટલ્સને ઝટકો

Published

on

By

ટ્રીસ્ટનને ડીસીએ 10 કરોડમાં રિટેન કર્યો હતો

IPL 2025 માટે તમામ ટીમોની જાળવણી સૂચિ 31 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અભિષેક પોરેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સને જાળવી રાખ્યા હતા. ખાસ કરીને જો આપણે સાઉથ આફ્રિકાના ડેશિંગ પ્લેયર ટ્રીસ્ટન સ્ટબ્સની વાત કરીએ તો ડીસીએ તેને 10 કરોડ રૂૂપિયામાં રિટેન કર્યો હતો, પરંતુ હરાજી માટે નોંધાયેલા નામોમાં તેનું નામ સામેલ થતાં સનસનાટી મચી ગઈ છે.


આઈપીએલ 2025 મેગા ઓક્શન માટે 1,574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી ટ્રિસ્ટન સ્ટબ્સનું નામ 253માં સ્થાને છે. સ્ટબ્સ તેની બેટિંગની વિસ્ફોટક શૈલી માટે જાણીતો છે. તેની આંતરરાષ્ટ્રીય ટી20 કારકિર્દીમાં તેનો સ્ટ્રાઈક રેટ 138 ની આસપાસ છે. દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં ટ્રિસ્ટન સ્ટબ્સને તેની મૂળ કિંમત રૂૂ. 50 લાખમાં ખરીદી હતી. પરંતુ દિલ્હીએ તેને આઈપીએલ 2025 માટે 10 કરોડ રૂૂપિયામાં જાળવી રાખ્યો હતો. એક જ સિઝનમાં તેની આઈપીએલ સેલેરીમાં 2000 ગણો વધારો થયો, તેમ છતાં ઓક્શન લિસ્ટમાં તેનું નામ જોઈને ડીસી મેનેજમેન્ટ બિલકુલ ખુશ નહીં થાય.


આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ટ્રિસ્ટન સ્ટબ્સે 14 મેચોમાં 54ની શ્રેષ્ઠ સરેરાશથી 378 રન બનાવ્યા હતા. તે તેના સ્ટ્રાઈક રેટ માટે પણ સમાચારમાં હતો, કારણ કે સિઝનમાં તેણે 190.91ના તોફાની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદીની ઇનિંગ્સ પણ રમી હતી. સ્ટબ્સની આ કાર્યવાહી પર દિલ્હી કેપિટલ્સનું મેનેજમેન્ટ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.

Continue Reading

Sports

ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમતા જોવા મળશે

Published

on

By

17 વર્ષ બાદ આફ્રો એશિયન કપ ટૂર્નામેન્ટ યોજાશે

હાલમાં ક્રિકેટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જી હાં વર્ષો પછી ફરી એકવખત અનોખી ટૂર્નામેન્ટ રમાવા જઈ રહી છે. જેમાં ભારત પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમતા જોવા મળશે. લાંબી રાહ જોયા બાદ આફ્રો એશિયા કપ ટુર્નામેન્ટમાં વાપસી થવાની છે. આ અનોખી ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી અને બાબર આઝમ એક ટીમમાં રમતા જોવા મળી શકે છે. આફ્રિકા ક્રિકેટ એસોસિએશન 17 વર્ષ પછી એશિયન અને આફ્રિકન દેશો વચ્ચે આફ્રો એશિયા કપ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ છેલ્લે 2007માં રમાઈ હતી. હવે આ ટૂર્નામેન્ટ લગભગ 2 દાયકા પછી ફરી એકવાર વાપસી કરવા જઈ રહી છે.

આ ટુર્નામેન્ટમાં એશિયા-11 આફ્રિકા-11 સાથે સ્પર્ધા કરે છે. આફ્રિકા ક્રિકેટ એસોસિએશનના વચગાળાના પ્રમુખ તાવેન્ગવા મુકુહલાનીએ ટૂર્નામેન્ટને લઈને મોટું અપડેટ આપ્યું છે. તેણે કહ્યું છે કે આફ્રિકન ટીમો ઇચ્છે છે કે આફ્રો એશિયા કપ ફરી એકવાર શરૂૂ થાય. આફ્રિકન ક્રિકેટ કાઉન્સિલ (અઈઅ) એ તેની તાજેતરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં ટૂર્નામેન્ટને ફરીથી શરૂૂ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. જ્યારે આફ્રો-એશિયા કપ છેલ્લે 2007માં રમાયો હતો, ત્યારે તે એશિયન ટીમે 3-0થી જીત્યો હતો. આ પછી આ ટૂર્નામેન્ટ 2009 માં યોજાવાની હતી, પરંતુ તે પછી તે થઈ શક્યું નહીં.

આફ્રો-એશિયા કપની પ્રથમ સિઝન 2005માં રમાઈ હતી. પ્રથમ સિઝનમાં આ ટુર્નામેન્ટ 1-1 થી બરાબર રહી હતી. આફ્રો-એશિયા કપની પ્રથમ સિઝનમાં એશિયા ઈલેવનની કમાન પાકિસ્તાની ખેલાડી ઇઝમામ ઉલ હકે સંભાળી હતી. આ હક ટીમમાં અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ અને આશિષ નેહરા જેવા સ્ટાર ભારતીયો રમતા જોવા મળ્યા હતા. તેમજ 2007માં યોજાયેલી ટૂર્નામેન્ટમાં મોહમ્મદ આસિફ, મોહમ્મદ યુસુફ, શોએબ અખ્તર, મહેન્દ્ર સિંહ ધોની, હરભજન સિંહ, સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગ જેવા સ્ટાર્સ એશિયા-11માં જોવા મળ્યા હતા.

Continue Reading
Sports2 mins ago

10 વર્ષ બાદ ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ટોપ-20માંથી બહાર

ગુજરાત2 mins ago

રામેશ્વરનગરમાં પાણી ઢોળવાના પ્રશ્ને બે મહિલાઓ વચ્ચે બબાલ

ક્રાઇમ7 mins ago

મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો

Sports7 mins ago

IPL-2025, હરાજીના લિસ્ટમાં ટ્રીસ્ટન સ્ટબ્સનું નામ જોઈ દિલ્હી કેપિટલ્સને ઝટકો

ક્રાઇમ8 mins ago

ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

ગુજરાત11 mins ago

ગોંડલ-જામકંડોરણા રોડ પર ઈકો-બોલેરો વચ્ચેના અકસ્માતમાં 10ને ઈજા

આંતરરાષ્ટ્રીય13 mins ago

સ્પેનીશ પૂરના કારણે યુરોપમાં વ્યાપક ખાનાખરાબી

ગુજરાત15 mins ago

મોરબીના લાપતા વૃદ્ધનો રાજકોટ પાણીની ખાણમાંથી મૃતદેહ મળ્યો

આંતરરાષ્ટ્રીય15 mins ago

ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી ભારતે બહુ હરખાવાની જરૂર નથી

ગુજરાત17 mins ago

ચોટીલા ચામુંડા મંદિરના પૂજારીનું અપહરણ, ચાર શખ્સોએ 10 લાખની ખંડણી વસૂલી

રાષ્ટ્રીય22 hours ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય22 hours ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય19 hours ago

ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે

ક્રાઇમ19 hours ago

ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ

ક્રાઇમ19 hours ago

માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

આંતરરાષ્ટ્રીય23 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

ગુજરાત19 hours ago

નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય

ગુજરાત19 hours ago

નબીરાઓએ બાઇક પર સ્ટંટ કરી ફટાકડા ફોડયા

ગુજરાત19 hours ago

સિવિલ હોસ્પિટલમાં તાલાલાના યુવાનની લાશ 8 કલાક રઝળી

Trending