ગુજરાત
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીને દુષ્કર્મના કેસમાં હોઇકોર્ટે આપ્યું રક્ષણ
પોલીસ વિભાગની મહિલા કર્મચારીની લગ્નના વચન આપી દુષ્કર્મની ફરિયાદમાં છખઈના અધિકારીને હાઇકોર્ટે રક્ષણ આપ્યું છે. અરજદાર આરોપીની અરજીમાં હાઇકોર્ટે ચાર્જફ્રેમ કરવા સામે હાલ રક્ષણ આપ્યું છે. અરજદારની દલીલ હતી કે યુવતીએ અન્ય વ્યક્તિ સાથેના મૈત્રી કરાર અંગે તેને જાણ કરી નહોતી.
રાજકોટના એક પોલીસ સ્ટેશનમાં (રાજકોટ મ્યુ.કોર્પો.)માં ફરજ બજાવતા અધિકારી સામે પોલીસ વિભાગમાં ફરજ બજાવતી યુવતીએ ઈંઙઈ 376(2)(ક્ષ), 323 અને 506(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે રાજકોટની કોર્ટમાંથી આરોપીને શરતી જામીન મળી ચૂક્યા છે. હવે તે પોતાના સામેની કાનૂની કાર્યવાહી રદ્દ કરવા હાઈકોર્ટ પહોંચ્યો હતો. અરજદારની રજૂઆત સાંભળીને હાઇકોર્ટે ફરિયાદી પક્ષને જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. તો રાજકોટની કોર્ટમાં આરોપી સામે ચાર્જફ્રેમ સામે રક્ષણ આપ્યું છે.છખઈમાં એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીને ડિમોલિશનની કામગીરીમાં પોલીસ વિભાગ સાથે સંકલનમાં કામ કરવાનું હોવાથી તેને મહિલા પોલીસ કર્મચારી સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાતચીત થકી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને એક બીજાને મળતા અને ફરવા જતા, સહમતિથી પાંચ વર્ષ જેટલો સમય સંબંધ રહ્યો હતો. અધિકારીએ મહિલા પોલીસ કર્મચારીને લગ્નનું વચન પણ આપ્યું હતું.
જો કે ત્યારબાદ તેને લગ્નની ના પાડી દેતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.અરજદારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે તે યુવતી સાથે લગ્ન કરવાનો હતો પણ તેને જાણવા મળ્યું હતું કે યુવતી અન્ય એક યુવક સાથે મૈત્રી કરારમાં રહે છે. જે સંબંધો વિશે તેને અરજદારને જણાવ્યું નહોતું, મૈત્રી કરારમાં રહેતા યુવકે પણ યુવતી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અરજદારના ઘરે અને કામના સ્થળે જઈને ધમકીઓ આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આથી હવે અરજદાર ફરિયાદી યુવતી સાથે લગ્ન કરવા માંગતો નથી. આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. અરજદારની ડિસ્ચાર્જ અરજી રાજકોટ કોર્ટે નકારી દીધી છે. રાજકોટ કોર્ટમાં કેસની આગામી મુદત ચાલુ મહિનામાં છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદા પણ ટાંક્યા હતા.
ગુજરાત
રામેશ્વરનગરમાં પાણી ઢોળવાના પ્રશ્ને બે મહિલાઓ વચ્ચે બબાલ
એક મહિલાએ બીજી મહિલાનું માથું ફોડ્યું
જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં પાણી ઢોળવા બાબતે બે પાડોશી મહિલાઓ બાખડી પડી હતી, અને એક મહિલાએ પાડોશી મહિલાનું માંથી ફોડી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરના રામેશ્વર નગર નજીક જલારામ પાર્ક શેરી નંબર -2 માં રહેતી સુરજબા સંજય સિંહ જાડેજા નામની મહિલાએ પોતાના ઉપર હુમલો કરી માથું ફોડી નાખી લોહીલુહાણ કરી નાખવા અંગે પાડોશમાં રહેતી પ્રફુલાબા ચાવડા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને આરોપી મહિલાને પોતાનું આંગણું ધોઈ પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઈ હતી.
જેમાં ઉશ્કેરાયેલી પાડોશી મહિલાએ પોતાના ઘરમાંથી હથોડી લઈ આવી સુરજબા ના માથામાં હુમલો કરી દેતાં માથામાંથી લોહીની ધાર થઈ હતી, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર મામલે સીટી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.કે. વાઘેલા વધુ તપાસ ચલાવે છે.
ક્રાઇમ
મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો
3 શખ્સ સામે નોંધાયો ગુનો
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
ક્રાઇમ
ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી
તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય