Connect with us

ગુજરાત

શિવરાજપુરના વ્યાજખોરના ત્રાસથી આધેડનો આપઘાતનો પ્રયાસ : છ સામે ફરિયાદ

Published

on


શિવરાજપુરના આધેડે હિરા ઘસવાનું કારખાનું ચલાવવા માટે અલગ અલગ વ્યાજખોરો પાસેથી રૂા. 7.50 લાખ વ્યાજે લીધા બાદ વ્યાજના વિશચક્રમાં ફસાતા તેમજ વ્યાજખોરોને નાણા નહીં ચુકવતા વ્યાજખોરોએ ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. જેથી કંટાળી જઈ ગઈકાલે સવારના સમયે તેમણે ઘઉમાં નાખવાના ટીકડા ખાઈ લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ મામલે જસદણ પોલીસ મથકમાં છ વ્યાજખોરો વિરુદ્ધ મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.


મળતી વિગતો મુજબ જસદણના શિવરાજપુરમાં રહેતા છગનભાઈ જીવાભાઈ મુલાણી નામના કોળી આધેડે પોતાની ફરિયાદમાં સમીર,હુસેન, ઉદય દિલીપભાઈ ધાંધલ, ભાભલુભાઈ, ક્રિપાલ ગભરુ મોડા, અને અશોક ચનાભાઈ ગોલાણી વિરુદ્ધ જસદણ પોલીસ મથકમાં વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી છે. છગનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ત્રણેક વર્ષ પહેલા હિરાઘસવાનું કારખાનું ચલાવવું હોયજેથી પૈસાની જરૂરિયાત ઉભી થતાં તેમણે સમીર પાસેથી રૂા. એક લાખ વ્યાજે લીધા હતા તેની સામે તેમણે 3.50 લાખ ચુકવી દીધા હતાં. આમ છતાં તેમનો ભાઈ હુસેન વધુ નાણાની માંગણી કરી ધમકી આપતો હતો તેમજ ઉદય ધાંધલ પાસેથી રૂા. 50 હજાર વ્યાજે લીધા હતાં. તેમની સામે 1 લાખ 10 હજાર વ્યાજ ચુકવી દીધું હતું.

ત્યાર બાદ ભાભલુભાઈ પાસેથી છગનભાઈએ 40 હજાર વ્યાજે લીધા હતાં. તેમનીસામે તેમણે 40 હજાર નાણા ચુકવી દીધા હતાં. તેમજ ક્રિપાલ મોડા પાસેથી છગનભાઈએ ચાર લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. તેના બદલામાં આરોપી ક્રિપાલે છગનભાઈ પાસેથી મકાનનો દસ્તાવેજ કરાવી લઈ વધુ નાણાની ઉઘરાણી શરૂ કરી હતી. તેમજ અશોક ગોલાણી પાસેથી 50 હજાર વ્યાજે લીધા હતાં. તેમણે છગનભાઈ પાસેથી બેંકનાચેક બળજબરીથીકઢાવી લઈ ઉછીના પૈસા બાબતની પ્રોમીસરી નોટ લખાવી લીધી હતી.


આ તમામ છ શખ્સો અવાર નવાર નાણાની ઉઘરાણી કરતા હોય તેમજ ધમકી આપતા હોય કે છગનભાઈએ ગઈકાલે સવારના સમયે ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ક્રાઇમ

ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો

Published

on

By

અમદાવાદનાં બોપલમાં થોડા દિવસ પહેલા જ MICAનાં વિદ્યાર્થીના મોતની ઘટન બની હતી. ગાડી ધીમી ચલાવવા બાબતે થયેલ બોલાચાલીમાં MICAનાં વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કર્યાના 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યારો પોલીસ કોન્સ્ટેબલ હોવાની સમાઈ આવ્યું છે.ક્રાઈમ બ્રાંચે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે.

આ ઘટના અંગે મળતી માહિત અનુસાર, સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બાંચે વિરેન્દ્રસિંહ પઢેરિયાને ઝડપી પાડ્યો છે. પોલીસકર્મીએ દારૂના નશામાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ હત્યા થઇ હતી તેની આસપાસ એક કિલોમીટરમાં કોઇપણ સીસીટીવી ન હતા. પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. ત્યારબાદ વિરેન્દ્રસિંહ પઢેરિયા તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો. પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ખુલ્યો હતો.

Continue Reading

ગુજરાત

DEO ચેમ્બરમાં ABVP-પોલીસ વચ્ચે ઘર્ષણ

Published

on

By

લાકડાની આડસ પડી, રજામાં શાળા શરૂ રાખતા સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ: રસ્તા પર ઉતરવાની ચીમકી


દિવાળીના વેકેશનમાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખનાર શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવા ગયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને પોલીસ વચ્ચે જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસમાં જ ઘર્ષણ થયુ હતુ જેમાં ચેમ્બરમાં રાખવામાં આવેલ લાકડાની આડસ ધડામ દઇને પડી હતી લાકડાની આડસ પડતા માહોલ ગરમાયો હતો.


દિવાળી તહેવાર પર સરકાર દ્વારા 21 દિવસનુ વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે છતા પણ ખાનગી શાળાઓ રજાના દિવસોમાં પણ શાળાઓ ખૂલી રાખી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવે છે તે અંગે એબીવીપી દ્વારા આજે ડિઇઓને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ રજૂઆત સમયે વાતાવરણ ઉગ્ર થતા પોલીસ દ્વારા એબીવીપીના કાર્યકર્તાઓને ચેમ્બરની બહાર કાઢવામાં આવ્યાં હતા. તે દરમ્યાન ઘર્ષણ થતા ચેમ્બરની અંદર રાખવામાં આવેલ લાકડાની આડસ ધડામ પડી હતી. જેથી વાતાવરણ વધારે ઉગ્ર બની ગયુ હતુ. સદનસીબે કોઇને જાનહાની થઇ હતી નહી તેવુ સુત્રોએ જણાવ્યુ છે.


રજૂઆતમાં વધુમાં જણાવ્યુ છે કે જો ડી.ઇ.ઓ દ્વારા વિદ્યાર્થીઓને આ રજૂઆતને લઇને ત્વરિત પણ કોઇ ચોકકસ નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ જાહેર માર્ગો પર ઉતરીને ઉગ્ર થી અતિઉગ્ર આંદોલનો કરશે જેની સંપૂર્ણ જવાબદારી ડી.ઇ.ઓની રહેશે. ઉપરાંત કલેકટરને પણ આવેદનપત્ર આપી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

Continue Reading

ગુજરાત

અંગ્રેજી ભણાવવા માતા પાસેથી કસ્ટડી માંગતી પિતાની અરજી ફગાવતી હાઇકોર્ટ

Published

on

By


જીવનમાં આગળ વધવા અને પ્રગતિ-વિકાસ કરવા માટે અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરવો જરૂૂરી હોવાની દલીલના આધાર પર બાળકની કસ્ટડી માંગનાર એક પિતાની દલીલને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ મૌલિક શેલતની ખંડપીઠે ધરાર ફ્ગાવી દીધી હતી. ખંડપીઠે સાફ્ શબ્દોમાં જણાવ્યું હતું કે, જીવનમાં પ્રગતિ કરવા માટે બાળપણથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં જ અભ્યાસ કરવો એ મતલબની દલીલ અસ્થાને છે.


શાળાકીય શિક્ષણમાં બાળક કોઇપણ માધ્યમમાં ભણે તેનો જીવનના વિકાસ કે પ્રગતિ પર કોઇ બાધ હોતો નથી. સાથે સાથે હાઇકોર્ટે બાળકની કસ્ટડી જેવા સંવેદનશીલ કેસોમાં એજન્ટ તરીકે કામ નહી કરવા પોલીસને પણ કડક ચેતવણી આપી હતી. અને આવી બાબતોનો નિર્ણય ફેમીલી કોર્ટ પર છોડી દેવો જોઇએ. તેમજ ફેમીલી કોર્ટનાં હુકમને બહાલ રાખ્યો હતો.ચાર વર્ષની પુત્રની કસ્ટડી માતાને સોંપવા અંગેના ફેમીલી કોર્ટના હુકમને પડકારતી અરજદાર પિતા દ્વારા કરાયેલી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટે ફ્ગાવી દીધી હતી અને ફેમીલી કોર્ટના હુકમને બહાલ રાખ્યો હતો. અરજદાર પિતા તરફ્થી બાળકીની કસ્ટડી માટે મુખ્ય એવી દલીલો રજૂ કરાઇ હતી કે, તેઓ પુત્રીની સારસંભાળ રાખવામાં અને તેને શિક્ષણ આપવામાં આર્થિક રીતે વધુ સક્ષમ છે, જયાં બાળકીની માતા રહે છે ત્યાં કોઇ અંગ્રેજી માધ્યમની શાળા નથી અને જીવનમાં આગળ વધવા માટે કે પ્રગતિ કરવા માટે નાનપણથી જ બાળવયથી શાળાકીય શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં કરવું ખૂબ જરૂૂરી છે.

જો બાળકીની કસ્ટડી તેમને અપાય તો, તેને અંગ્રેજી માધ્યમની શાળામાં સારું શિક્ષણ લેવાની તક મળશે. બીજી બાજુ માતા તરફ્થી જણાવાયું હતું કે, અરજદાર પિતા દારુ પીવાની ટેવવાળો હતો અને તે સતત તેની સાથે ઝઘડો કર્યા કરતો હતો. તે પોતાની પુત્રીની સારી રીતે સંભાળ લેવા માટે સક્ષમ છે અને તેથી પુત્રીની કસ્ટડી પોતાને અપાવતો ફેમીલી કોર્ટનો હુકમ યોગ્ય અને વાજબી છે. માતા તરફ્થી એ મુદ્દે પણ ધ્યાન દોરાયું કે, તેની સામે ચોરીની ખોટી ફરિયાદ દાખલ કરાઇ હતી અને પોલીસે તેને આ ગુનામાં પોલીસ સ્ટેશનમાં બોલાવી ધમકાવી હતી અને ગુનો કબૂલવા ધમકી આપી પુત્રીનો કબ્જો લઇ પિતાને આપી દીધો હતો.


હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, માતા સ્નાતક હતી અને તે તેની પુત્રીને બુનિયાદી શિક્ષણ આપવા માટે પૂરતી સક્ષમ હતી. માતાના વિસ્તારમાં કોઇ અંગ્રેજી માધ્યમની શાળા નથી અને તેથી પુત્રીના ભવિષ્યને અસર થઇ શકે છે તેવી અરજદાર પિતાની દલીલ હાઇકોર્ટે ફ્ગાવી હતી અને જણાવ્યું હતું કે, બાળકના કલ્યાણનો નિર્ણય શાળાકીય શિક્ષણના માધ્યમથી થવો જોઇએ નહી. ખાસ કરીને બાળક જયારે નાનું હોય.

Continue Reading
રાષ્ટ્રીય10 minutes ago

‘હા, મેં પોલીસકર્મીઓને માર્યા…’, ટોંક હિંસા બાદ થપ્પડ મારનાર નરેશ મીણાની ગુંડાગીરી કેમેરામાં થઇ કેદ

આંતરરાષ્ટ્રીય13 minutes ago

લેબનોનમાં ફરી IDFનો હવાઈ હુમલો, 78 લોકોની મોત, 122 ઘાયલ

રાષ્ટ્રીય16 hours ago

‘આ આદેશ દિલ્હીના સંદર્ભમાં છે…’, બુલડોઝરની કાર્યવાહી પર SCના નિર્ણય પર યુપી સરકારની પ્રતિક્રિયા

ક્રાઇમ16 hours ago

ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો

આંતરરાષ્ટ્રીય17 hours ago

પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં જતી બસ નદીમાં ખાબકતા 16ના મોત

ગુજરાત17 hours ago

DEO ચેમ્બરમાં ABVP-પોલીસ વચ્ચે ઘર્ષણ

ગુજરાત17 hours ago

અંગ્રેજી ભણાવવા માતા પાસેથી કસ્ટડી માંગતી પિતાની અરજી ફગાવતી હાઇકોર્ટ

ગુજરાત17 hours ago

સરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો

ગુજરાત17 hours ago

બિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ

ગુજરાત17 hours ago

જેટ પેચરના પેચવર્ક કામમાં લોલંલોલ, એજન્સી પાસે ફરીથી કામ કરાવાયું

ધાર્મિક2 days ago

આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી

રાષ્ટ્રીય2 days ago

સોનામાં 1500, ચાંદીમાં 2500, સેન્સેકસમાં 820 અંકનો કડાકો

ગુજરાત2 days ago

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત

ક્રાઇમ18 hours ago

ડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાત

ક્રાઇમ2 days ago

ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે

ક્રાઇમ16 hours ago

ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

શેરબજાર માટે ટ્રમ્પ વિલન સાબિત, સતત ઘટાડો

ગુજરાત2 days ago

1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી

ગુજરાત2 days ago

આધેડનો કમળપૂજાનો પ્રયાસ

ગુજરાત2 days ago

ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ

Trending