60 વર્ષનો ‘ડોસો’ ભાન ભુલ્યો; પરિણીતાને બથ ભરી, આઠ વર્ષની પુત્રીને અડપલાં કર્યાં

મવડી વિસ્તારમાં ચકચારી બનાવ, મહિલાને કવાર્ટર બતાવવાનું કહી બીભત્સ હરકત કરી ગઇકાલે સાંજે ઢગો કવાર્ટરે આવ્યો ત્યારે પરિણીતાએ 100 નંબરમાં કોલ કરતા પોલીસે આવી પકડયો…

મવડી વિસ્તારમાં ચકચારી બનાવ, મહિલાને કવાર્ટર બતાવવાનું કહી બીભત્સ હરકત કરી

ગઇકાલે સાંજે ઢગો કવાર્ટરે આવ્યો ત્યારે પરિણીતાએ 100 નંબરમાં કોલ કરતા પોલીસે આવી પકડયો

રાજકોટ શહેરમાં છેલ્લા અઠવાડિયાથી કિશોર વયના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને અડપલાંના બનાવો સામે આવી રહ્યા છે.આવા ગુનાઓમાં સામાન્ય રીતે પાડોશી અને જાણીતા હોવાનું જ સામે આવ્યું છે ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.રાજકોટમાં ક્વાર્ટર ભાડે આપવાનું કહીં 60 વર્ષના ઢગાએ મહિલા અને તેની આઠ વર્ષની દીકરીની છેડતી કરી જાતીય સતામણી કરવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી.બનાવ અંગે માલવીયાનગર પોલીસે આરોપીની ધરપકડ કરી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.મળતી વિગતો મુજબ,મવડી વિસ્તારમાં રહેતી મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મનસુખ લીલાતર વાઢેર (રહે.મહર્ષિ ટાઉનશીપ બ્લોક નં.103, રેલનગર) નું નામ આપતાં માલવીયાનગર પોલીસે પોકસો, જાતીય સતામણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ફરીયાદીએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,તેણી ઘરકામ કરે છે અને તેના લગ્ન 10 વર્ષ પહેલા થયેલ છે.

તેમને સંતાનમાં એક આઠ વર્ષની પુત્રી છે અને પોતે તેમના માતાના ઘરે છેલ્લા આઠેક માસથી રીસામણે આવેલ છે.ગઈ તા.07 ના તેણીને ભાડે રહેવા રૂૂમની જરૂૂર હોય જેથી તેણી જે ક્વાર્ટરમાં રહેતી તે ક્વાર્ટરના પહેલા માળે આવેલ રૂૂમ પર મોબાઇલ નંબર લખ્યા હતાં.જેમાં કોલ કરી કહ્યું કે, તમારે રૂૂમ ભાડે આપવાનો છે,તો સામે વાળા ભાઈએ કહ્યું કે,હું હમણા રૂૂબરૂૂ રૂૂમ પર આવુ છુ, તેમ કહી થોડીવારમાં આ શખ્સ રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો.તે શખ્સે તેણીને રીક્ષા પાસે બોલાવતા તેણી તેમની આઠ વર્ષની દીકરી સાથે ત્યા આવ્યા હતા.તે ભાઇને કહેલ કે,તમારે રૂૂમ ભાડે આપવાનો છે,જેથી તે શખ્સે તેનો મોબાઈલ નંબર સેવ કરવાનું કહેતાં તેણીએ તેના મોબાઈલ નંબર પર મીસકોલ કરેલ અને તેણીએ મોબાઇલમાં ડોસાબાપા લખીને સેવ કર્યો હતો.ત્યારે તે શખ્સ જે રીક્ષા લઇને આવેલ તેમાં તેણીની દિકરી રમતી હતી અને તેણી પાણી ભરવા લાગેલ હતી.

બાદ બીજા દિવસે તે શખ્સે અગિયારેક વાગ્યા આસપાસ ફોન કરેલ અને તે નીચે નીચે આવેલ છે,તમે રૂૂમ જોઇ જાવ કહેતાં તેણી તેની પુત્રી સાથે પહેલા માળે ગયેલ અને તેમની પુત્રી ક્વાટરના રૂૂમ બહાર રમવા લાગી હતી.ત્યારે તે શખ્સે ક્વાટર ખોલેલ અને તેણી ક્વાટરમાં અંદર ગયેલ ત્યારે રૂૂમમાં આરોપીએ તેણીને પાછળના ભાગેથી પકડી લીધેલ અને કહેલ કે,તુ એગ્રી થા તો હું, આ તારા નામે કરી દઉ, જેથી તેણીએ તરત પોતાને છોડાવી તેમના માતાના ક્વાટરમાં ભાગી ગયેલ હતી.તેણીએ બનાવ અંગે તેમની માતાને જાણ કરી હતી. ત્યારે તેમની દિકરી પણ વાત સાંભળતી હોય જેથી તેણીએ પણ જણાવેલ કે, મમ્મી મારી સાથે આ ભાઇએ કાલ છાતીમાં અને સાથળે ટચ કર્યું હતું અને 20 રૂૂપીયા આપ્યા હતાં.

જેથી તેણીએ આરોપીને ફોન કરતાં ત્યારે તેને બીભત્સ માંગણી કરી હતી.જે બાદ તેણી તેને અવારનવાર ફોન કરતી હતી પરંતુ તે ક્વાર્ટર પર આવતો ન હતો. બાદમાં તે ગઈકાલે સાંજના પાંચેક વાગ્યે રીક્ષા લઇને આવેલ ત્યારે આરોપી ક્વાર્ટરના બીજા માળે ચડેલ ત્યારે તેણી નીચે ઉતરેલ અને 100 નંબર પર ફોન કરતાં પોલીસની ગાડી આવેલ અને તેને પકડી પોલીસ મથકે લઈ ગયેલ હતાં. આ અંગે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી એસીપી બી. જે.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળેલ વિગત મુજબ, આરોપી 60 વર્ષનો ઢગો છે અને રીક્ષા ચાલક હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *