સરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો

આપઘાતનું કારણ અકબંધ : પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત રાજકોટના બાડપર ગામે રહેતો અને સરધાર ગામે ગેરેજ ચલાવતા યુવાને કોઇ અગમ્ય કારણસર પોતાના ગેરેજમાં જ ગળેફાંસો…

આપઘાતનું કારણ અકબંધ : પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત


રાજકોટના બાડપર ગામે રહેતો અને સરધાર ગામે ગેરેજ ચલાવતા યુવાને કોઇ અગમ્ય કારણસર પોતાના ગેરેજમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના બાડપર ગામે રહેતા મયુર વિનુભાઇ કાવઠીયા નામનો 23 વર્ષનો યુવાન સરધાર ગામે આવેલા પોતાના ખોડિયાર ગેરેજમાં હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ લીધો હતો.


યુવકને તાત્કાલીક બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.પ્રાથમિક પુછપરછમાં મૃતક મયુર કાવઠીયા બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો અને સરધારમાં ખોડિયાર ગેરેજ નામે ધંધો કરી પરિવારની આર્થિક મદદ કરતો હતો.


મયુર કાવઠીયાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધા બાદ મોટા ભાઇ દિપકે ફોન કરતા ફોન રિસીવ નહીં થતા મોટા ભાઇએ ગેરેજે જઇને તપાસ કરતા મયુર કાવઠીયાનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી યુવકનાં આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *