ગુજરાત
ગુજરાતના રાજ્યપાલની મુદત પૂરી, ભાજપના નેતાને મળશે ચાન્સ?
એક-બે સિનિયર નેતાઓને તક, યુ.પી.ના રાજયપાલ આનંદીબેનની મુદત પણ પૂરી થશે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરિણામે ગુજરાતના નવા રાજ્યપાલ કોની નિયુક્તિ થશે? એ મુદ્દે અટકળો વહેતી થઈ છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં જ ગુજરાતના નવા રાજ્યપાલના નામની જાહેરાત થઈ શકે છે.
આચાર્ય દેવવ્રત તારીખ 19મી જુલાઈ, 2019ના રોજ ગુજરાતના રાજ્યપાલ પદે આરૂૂઢ થયા હતાં. ઉલ્લેખનીય છેકે, ગત સપ્તાહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિલ્હીની મુલાકાત લીધી હતી. જયાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતાં. કેટલાંક રાજ્યોના રાજ્યપાલના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પણ તારીખ 22મી જુલાઈએ સમય અવધિ પૂર્ણ થઈ રહી છે. તે જોતાં તેમની વિદાય નક્કી છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં વિવિધ રાજ્યોના રાજ્યપાલોના નામોની સંભવત જાહેરાત થઈ શકે છે. જેમાં ગુજરાતના રાજ્યપાલનું નામનું ય એલાન થઈ શકે છે.
ઉત્તરપ્રદેશમાં હાલ રાજ્કીય કમઠાણ જામ્યુ છે. ત્યારે રાજ્યપાલપદે આનંદીબેન પટેલનો ય કાર્યકાળ આ જ મહિનામાં પૂર્ણ થઇ રહ્યો છે. આ જોતાં સૌની નજર હવે રાષ્ટ્રપતિ ભવન પર મંડાઈ છે. એવી ય ચર્ચા છેકે, ગુજરાતમાં ભાજપના એકાદ બે સિનિયર નેતાઓને રાજ્યપાલપદ મળી શકે છે.
ગત વખતે રાજ્યપાલ તરીકે ભાજપના ઘણાં સિનિયર નેતાઓના નામોની ચર્ચા હતી. પણ અચાનક જ આનંદીબેન પટેલ અને મંગુભાઈ પટેલને રાજ્યપાલપદ અપાયુ હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલનો કાર્યકાળ હજુ પૂર્ણ થયો નથી. દરમિયાન ભાજ ગુજરાતના કયા સિનિયર નેતાને રાજ્યપાલ બનાવશે તે અંગે અટકળો દોર શરૂૂ થયો છે. આમ, ગુજરાતમાં નવા રાજ્યપાલપદે કોની નિયુક્તિ થશે તે અંગે અત્યારથી ઉત્સુકતા જાગી છે.
જુલાઇ માસના અંતિમ સપ્તાહમાં અથવા તો ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.મંત્રીમંડળના મોટા ફેરફારના એંધાણ છે. કેટલાંક મંત્રીઓને પડતા મૂકવાનું લગભગ નક્કી છે જયારે કેટલાંક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. પરર્ફમન્સ નબળુ હોવાથી કેટલાંક મંત્રીઓને ઘરભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવ્યુ છે. આ બધીય પરિસ્થિતી વચ્ચે તારીખ 22મી જુલાઇએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિદાય લઈ રહ્યા છે.
નવા રાજ્યપાલનું નામ એકાદ બે દિવસમાં જાહેર થઈ શકે છે તે જોતાં જ મંત્રીમંડળમાં ફેરબદલ થાય તો નવા રાજ્યપાલ મંત્રીઓને શપથ લેવડાવશે. હાલ આચાર્ય દેવવ્રતજીના સ્થાને કોની ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક થાય છે તે અંગે રાજભવનમાં ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત
મનપામાં યોજાયું નૂતન વર્ષનું સ્નેહમિલન
મેયર, મ્યુનિ.કમિશનર સહિતના પદાધિકારીઓ સ્નેહમિલનમાં જોડાયા
રાજકોટ મહાનગરપાલિકા ખાતે તા.04/11/2024ના રોજ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને નુતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર નરેન્દ્રસિંહ વાઘેલા, કંચનબેન સિધ્ધપુરા, કેતનભાઈ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરએ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
ગુજરાત
રાજકોટથી લગ્નની કંકોત્રી આપવા ગયેલા વરરાજા અને મિત્રને રાજસ્થાનમાં કાળનો ભેટો
રાજસ્થાનના મંડાર પાસે પૂરપાટ ઝડપે આવેલા ટ્રેલરે બાઈકને ઠોકરે લેતા અક્સ્માત સર્જાયો
લગ્નના સપ્તાહ પૂર્વે વરરાજાના મોતથી ઘરમાં લગ્નનો આનંદ આક્રંદમાં ફેરવાયો
રાજસ્થાનના સિરોહી જિલ્લાના કંડલા હાઈવે પર મંડાર નજીક રાજકોટના બે પિતરાઈ ભાઈઓના અક્સમાતમાં મોત થયા છે. રાજકોટના બે યુવકો રાજસ્થાનમાં મંડાર હાઇવે મોટરસાયકલ લઇને જતા હતા ત્યારે ટ્રેલરની અડફેટે આવતા બન્ને મિત્રોના મોત થયા હતા. રાજકોટથી લગ્નની કંકોત્રી આપવા રાજસ્થાન ગયેલા વરરાજા અને તેના મિત્રનુંં અકસ્માતમાં મોત થતા પરિવાર જનોમાં શોક વ્યાપી ગયો હતો.
બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ આદરી છે.રાજસ્થાનના સિરોહી જિલ્લાના કંડલા હાઈવે પર મંડાર નજીક પેટ્રોલ પંપ પાસે સોમવારે રાત્રે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં રાજકોટના બે યુવકોના મોત થયા હતા. પૂરપાર ઝડપે આવેલ ટ્રેલરે મોટરસાયકલ લઇને જતા બન્ને યુવકોને હડફેટે લેતા રાજકોટના પરેશ સહદેવ કોળી (ઉવ20) અને તેના મિત્ર ભાવેશ કરસન કોળી (ઉવ22)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે પોલીસે બન્ને મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં રાજકોટથી મૃતકના પરિવારજનો રાજસ્થાન દોડી ગયા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક પરેશના સપ્તાહ પછી 15મી નવેમ્બરના રોજ લગ્ન હતા. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે પરેશના એક સપ્તાહ પછી પછી 15મી નવેમ્બરના રોજ થવાના હતા. લગ્નની કંકોત્રી આપવા તે રાજકોટથી રાજસ્થાનના સિરોહી જીલ્લાના મડાર ગામે ગયો હતો. સગા સંબંધીને લગ્નની કંકોત્રી આપી પરેશ અને ભાવેશ બન્ને રાજસ્થાનના સિરોહી જિલ્લાના કંડલા હાઈવે પર મંડાર પાસે હતા ત્યારે પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. પરેશના લગ્નને લઈને ઘરમાં ખુશીનો માહોલ હતો, પરંતુ લગ્નના 10 દિવસ પહેલા જ તેના મૃત્યુના સમાચાર આવતા ઘરની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારના દરેક લોકો આઘાતમાં છે.
પુત્રની લાશ જોઈ માતા બેભાન થઈ ગઈ
રાજકોટ રહેતા પરેશ કોળીના 15 નવેમ્બર ના લગ્ન હોય તેના ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. દરમિયાન, અચાનક અકસ્માતમાં પરેશનું મોત થયાનો એક ફોન આવતા વરરાજા બનનાર પુત્રના મૃત્યુના સમાચાર ખુશીના માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. સપ્તાહ બાદ વરરાજા બનવા જઈ રહેલા પુત્રની લાશ જોઈને માતા આઘાતથી બેભાન થઈ ગઈ.
ગુજરાત
વિક્રમ સંવત 2081માં લગ્નના શુભ મુહૂર્તો
સૌથી વધારે ડિસેમ્બર, ફેબ્રુઆરી અને મે મહિનામાં મુહૂર્તો
કારતક સુદ અગિયારશને મંગળવાર તા. 12ના દિવસે દેવ દિવાળી છે. દેવદિવાળીના દિવસે દેવતા જાગે છે. એટલે લગ્નના શુભ મુહુર્તોની શરૂઆત થાય છે. આ વર્ષે લગ્નનું પહેલુ મુહુર્ત 16 નવેમ્બર ના દિવસે છે.
નવેમ્બર મહિનાના લગ્નના મુહુર્તો તા. 16, 17, 22, 23, 25, 27, ડિસેમ્બર મહિનાના લગ્નના મુહુર્તો 2, 3,4,5,6,7,11,12,14 તારીખ 15 થી તા. 14/1/25 સુધી ધનારક કમુહુર્તા રહેશે આથી એક મહિના સુધી લગ્નના મુહુર્તોને બ્રેક લાગશે.
જાન્યુઆરી મહિનાના લગ્નના મુહુર્તો તા. 16, 17, 19, 21, 22, 24, 26, 30, 2 ફેબ્રુઆરી અને રવિવાર વસંત પંચમી છે. પરંતુ આ વર્ષે પાંચમ તિથિ ક્ષય તિથિ હોતા વસંત પંચમીના દિવસે લગ્નનુ મુહુર્ત નથી.
ફેબ્રુઆરી મહિનાના લગ્નના મુહુર્તો તા. 3, 4, 7, 12, 13, 14, 15, 16, 17, 20, 21, 22, 23, 25, માર્ચ મહિના ના લગ્નના મુહુર્ત તા. 23 હોળાષ્ટકનો પ્રારંભ તા. 6//2025થી તા. 14/4/2025ના વહેલી રાત્રે પુરા થશે આથી 14 એપ્રીલના લગ્નનું મુહુર્ત છે.
એપ્રિલ મહિનાના લગ્નના મુહુર્તો તા. 14, 16, 18, 19, 21, 22, 25, 29, 30
મે મહિનાના લગ્નના મુહુર્તો તા.1,5,6,8,10, 13,14,15,16, 17,20, 23, 24 જૂન મહિનાના લગ્નના મુહુર્તો તા. 1, 2, 5, 6 તા. 12/6/25થી તા. 7/7/25 સુધી ગુરુગ્રહ ગ્રહનો અસ્ત છે. ગુરુગ્રહના અસ્તમાં લગગ્ન થઈ શકતા નથી. 6 જૂલાઈ 2025ના દિવસે દેવપોઢી એકાદશી છે. આમ દેવ પોઢી જાય એટલે લગ્નના મુહુર્તો હોતા નથી. 30 એપ્રીલના દિવસે અખાત્રીજનું વણજોયુ મુહુર્ત છે.
-
આંતરરાષ્ટ્રીય2 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
રાષ્ટ્રીય2 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય3 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત6 hours ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD રજીસ્ટ્રેશન ફી વધારો પાછો ખેંચવા માટે NSUI તરફથી આવેદન
-
રાષ્ટ્રીય7 hours ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
ક્રાઇમ4 hours ago
રાજકોટની સગીરા પર વળગાડ કાઢવાના બહાને ભુવાજીનું દુષ્કર્મ
-
આંતરરાષ્ટ્રીય6 hours ago
‘ટ્રુડો ભારતમાંથી ભાગી ગયેલા કટ્ટરપંથીઓ અને ગુનેગારોને કેનેડામાં આપે છે આશ્રય’, ભૂતપૂર્વ કેનેડિયન અધિકારીએ ખોલી પોલ
-
ગુજરાત8 hours ago
ગુજરાતના આણંદમાં બુલેટ ટ્રેનનો બ્રિજ ધરાશાયી, 3 મજૂરોના મોત