ચોટીલામાં યુવાન ઉ5ર બે શખ્સે કર્યો હુમલો

ગુ ચોટીલામાં રહેતા યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાને ત્રણ માસ પહેલા…

ગુ
ચોટીલામાં રહેતા યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ઇજાગ્રસ્ત યુવાને ત્રણ માસ પહેલા થાન ખાતે આવેલી પોતાની જમીન વેંચી હતી. જેથી હુમલાખોરે રૂા.20 લાખની ખંડણી માંગી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામા આવેલી સાઇધામ સોસાયટીમાં રહેતા તેજસ કીર્તીભાઇ સોમપુરા નામનો 46 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો. ત્યારે દીગુભા અને હેમુભા ઝાલાએ માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપછરમાં હુમલામાં ઘવાયેલા તેજસભાઇ સોમપુરાએ ત્રણ માસ પહેલા થાન ખાતે આવેલી પોતાની જમીન વેંચી મારી હતી. જે જમીનના રૂપિયામાંથી હુમલાખોર બંન્ને શખ્સોએ રૂા.20 લાખની ખંડણી માંગી હતી. જે નહીં આપતા માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *