ભુજમાં રેશનિંગના રૂપિયા મામલે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની હત્યા

ભુજમાં રાશનના બાકી રૂૂપિયા મુદ્દે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની તેમના ઘરે જ હત્યા કરવામાં આવી છે. આરોપી નિલેશ શાહે પોલીસ સામે સરેન્ડર કર્યું…

ભુજમાં રાશનના બાકી રૂૂપિયા મુદ્દે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની તેમના ઘરે જ હત્યા કરવામાં આવી છે. આરોપી નિલેશ શાહે પોલીસ સામે સરેન્ડર કર્યું છે.

કચ્છના મુખ્ય મથક ભુજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ભૂજ શહેરની જાણીતી જૈન સેવાભાવી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની તેમના જ નિવાસસ્થાને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હત્યા રેશનિંગના બાકી નાણાંની લેતીદેતી મામલે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી નિલેશ શાહ અને રશ્મિકુમાર શાહ વચ્ચે રાશનના બાકી રૂૂપિયાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા નિલેશ શાહે રશ્મિકુમારના ઘરે જઈ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રશ્મિકુમારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી નિલેશ શાહે ગુનાના પુરાવા નાશ કરવાના ઈરાદે ઘરમાં લાગેલા ઈઈઝટ કેમેરાનું ઉટછ કાઢીને ફેંકી દીધું હતું. જોકે, પાપનો ઘડો ભરાતા અને પોલીસના ડરથી આરોપીએ નાસવાને બદલે સીધા પોલીસ સ્ટેશન જઈને શરણાગતિ સ્વીકારી લીધી હતી. આરોપી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થાના સંચાલકની આ રીતે હત્યા થતા જૈન સમાજ સહિત સમગ્ર ભુજ શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી, ફેંકી દેવાયેલું ઉટછ રિકવર કરવા અને હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *