ગોંડલના ઈભલા ગેંગના 8 અને કાળીયા ગેંગના 9 મળી બન્ને ટોળકીના 17 સભ્યોને જેલમાં ધકેલવા તખ્તો તૈયાર
સૌરાષ્ટ્રમાં ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવાના અભિયાન હેઠળ રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મિલકત અને શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચરતી બે કુખ્યાત ગેંગ’કાળીયો ગેંગ’ અને ’ઇમલા ગેંગ’ ના કુલ 17 સભ્યો વિરુદ્ધ ’ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ’ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દ્વારા પોલીસે સંગઠિત ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે અને જાહેર શાંતિ જાળવવા માટે એક મજબૂત દાખલો બેસાડ્યો છે.પોલીસે મામલે કાળીયા ગેંગના 9 સભ્યો માંથી 7ની ધરપકડ કરી છે જયારે એકનો જેલ માંથી કબજો લેવાશે ટોળકીનો એક સભ્ય ફરાર હોય તેને પકડવા ટીમ શોધખોળ કરી રહી છે. જયારે ઈમલા ગેંગના 8 સભ્યો માંથી 6 શખ્સોની ધરપકડ કરી છે એક નો જેલ માંથી કબજો લેવાશે અને એક સભ્ય ફરાર હોય તેને પકડવા તપાસ શરૂૂ કરવામાં આવી છે.
ગોંડલની રણજીત ઉર્ફે કાળીયો ધીરૂૂભાઇ સોલંકીની આગેવાની હેઠળ કાર્યરત ‘કાળીયો ગેંગ’ના રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળીયો ધીરૂૂભાઇ સોલંકી (ચારોલીયા), વિક્રમ ઉર્ફે વિકુ ઉર્ફે વિજય ધીરૂૂભાઇ સોલંકી (ચારોલીયા),દેવચંદ ધીરૂૂભાઇ સોલંકી (ચારોલીયા),નારણ ઉર્ફે નરેશ ધીરૂૂભાઇ સોલંકી (ચારોલીયા),જીતેશ ઉર્ફે કટ્ટી ઉર્ફે જીતો નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલા (વાજેલીયા),ઇનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલભાઇ ઉર્ફે મુનીભાઇ વાઘેલા (વાજેલીયા),પ્રકાશ ઉર્ફે પકો સવજીભાઇ ઉર્ફે સવાભાઇ વાઘેલા,સાગર અશોકભાઇ ઉર્ફે બાવભાઇ ચારોલીયા,વિજય ઉર્ફે વિજુ ઉર્ફે વિજલો અમરશીભાઇ ચારોલાનો સમાવેશ થાય છે.
ગોંડલની આ ગેંગ છેલ્લા દસ વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં સક્રિય હતી. આ ગેંગના સભ્યોએ એકબીજાના સંકલનમાં રહીને રાજકોટ ગ્રામ્ય, શહેર, અમરેલી, જુનાગઢ, ગીરસોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી અને શરીર સંબંધી ગંભીર ગુનાઓ આચર્યા હતા. આ ટોળકી વિરુદ્ધ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 27 ગુના માત્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જ છે. આ ગેંગના કુલ 9 સભ્યોમાંથી 6ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 1 આરોપી હાલ ન્યાયિક કસ્ટડીમાં છે અને 2 આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. આ ગેંગના મુખ્ય સૂત્રધાર રણજીત વિરુદ્ધ કુલ 29 ગુનાઓ નોંધાયેલા છે.
ઉપરાંત રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓ આચરતી ગોંડલની ’ઇમલા ગેંગ’ પર પણ પોલીસે સકંજો કસ્યો છે. ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ કટારીયાની આગેવાનીમાં આ ટોળકીએ છેલ્લા દસ વર્ષમાં ખૂનની કોશિષ, ગંભીર ઇજા, ધમકી, હથિયારધારા અને પ્રોહીબીશન જેવા કુલ 23 ગંભીર ગુનાઓ આચર્યા છે. આ ગેંગના કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનું વાતાવરણ પ્રવર્તતું હતું અને જાહેર સુલેહ-શાંતિનો ભંગ થતો હતો. ગેંગના ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ ઉર્ફે જમાલભાઇ કટારીયા (ટોળકીનો મુખ્ય સૂત્રધાર/આગેવાન),ઇરફાન ઉર્ફે ઇકુ હસનભાઇ ઉર્ફે જમાલભાઇ કટારીયા,હુશેન ઉર્ફે ભોલીયો દિલાવરભાઇ મકરાણી, શકીલ હસનભાઇ ઉર્ફે જમાલભાઇ કટારીયા,હસનભાઇ ઇસ્માઇલભાઇ કટારીયા,સરફરજ ઉર્ફે નોડી હુશેનભાઇ શેખ,નવાજ ઉર્ફે બાંબુટ દિલાવરભાઇ પઠાણ, શાહરૂૂખ ઇબ્રાહીમભાઇ માંડલીયા વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી, તે પૈકીના 6 સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપી જેલમાં છે અને 1 હજુ ફરાર છે. ઇમરાન વિરુદ્ધ 20 અને ઇરફાન વિરુદ્ધ 17 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડ પર આવ્યું છે.
આ બંને ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ઓડેદરા અને તેમની ટીમે છેલ્લા દસ વર્ષના ગુનાહિત ઇતિહાસનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ આરોપીઓ એક સંગઠિત સિન્ડિકેટ બનાવીને આર્થિક લાભ મેળવવા માટે સતત ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તમામ જરૂૂરી પુરાવાઓ અને દસ્તાવેજો એકત્ર કર્યા બાદ, ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે. ’કાળીયો ગેંગ’ની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા કરી રહ્યા છે, જ્યારે ’ઇમલા ગેંગ’ની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તી રેપુડી દ્વારા કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાંથી ગુનેગારોનો સફાયો કરવાનું IG નિર્લિપ્ત રાયનું ઓપરેશન
સૌરાષ્ટ્રમાં ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના સીધા માર્ગદર્શનમાં ગુનેગારો સામે કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે. આ ઓપરેશન અંતર્ગત રાજકોટ જીલ્લા અને સૌરાષ્ટ્રમાં આંતક મચાવી નિર્દોષ નાગરિકોને પરેશાન કરનાર ગુનેગારોને ખો ભુલાવી દેવા પોલીસે ઓપરેશન શરૂ કર્યું છે.નિર્લિપ્ત રાયના આ ઓપરેશનથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસની મદદથી જિલ્લાના ખૂણેખૂણે તપાસ તેજ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રને ગુનામુક્ત બનાવવાના આ મિશનમાં આગામી દિવસોમાં વધુ મોટા ઓપરેશન્સ થવાની શક્યતા છે, જેનાથી સામાન્ય જનતામાં સુરક્ષાનો ભાવ વધુ પ્રબળ બનશે.
કામગીરી કરનાર રાજકોટ જિલ્લા પોલીસની ટીમ
રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા,પીએસઆઈ કે.એમ.ચાવડા, પીએસઆઈ એચ.સી.ગોહીલ,પીએસઆઈ આર.વી.ભીમાણી, પીએસઆઈ પી.એન.ભરવાડ સાથે બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, રોહિતભાઇ બકોત્રા, બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, ભાવેશભાઇ ચાવડા, અનિલભાઇ બળકોદીયા , રસીકભાઇ જમોડ, પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, શિવરાજભાઇ ખાચર, જીતેન્દ્રભાઇ ગોહિલ, ધર્મેશભાઇ બાવળીયા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રમણીકભાઇ મણવર, મનિષભાઇ વરૂૂ, અર્જુનભાઇ ડવેરા, અરવિંદસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, છત્રપાલસિંહ જાડેજા, હિતેષભાઇ હમીરપરા, મનદિપસિંહ જાડેજા, ગીતાબેન ગલચર, ભારતીબા સરવૈયા , ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, રણજીતભાઇ બોરડ, ભરતભાઇ ગમારા, શકિતસિંહ ઝાલા, શકિતસિંહ જાડેજા, ઇશીતભાઇ માણાવદરીયા, નિકુંજભાઇ સુતરીયા, અમીતભાઇ સુરૂૂ, અઝીમભાઇ સમા, વિજયભાઇ ખડીયા, મહેન્દ્રસિંહ સોલંકી, કિશોરભાઇ કુગશીયા તથા રાજકોટ ગ્રામ્ય એસઓજી ના રૂૂપકભાઇ બોહરા, રજાકભાઇ બીલખીયા, અનિરૂધ્ધસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અબ્દુલભાઇ શેખ વિગેરે કામગીરી કરી હતી.
‘કાળીયા ગેંગ’ સામે 47 અને ‘ઇભલા ગેંગ’ વિરૂદ્ધ 23 ગુના
ગોંડલની ’કાળીયો ગેંગ’ અને ’ઇમલા ગેંગ’ તરીકે ઓળખાતી આ સંગઠિત ટોળકીમાં કુલ 17 સભ્યોનો સમાવેશ થાય છે, ’કાળીયા ગેંગ’ સામે વિરુદ્ધ છેલ્લા દસ વર્ષમાં કુલ 47 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ મુખ્યત્વે મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં સૌથી વધુ 28 ગુના રાત્રી ઘરફોડ ચોરીના અને 7 ગુના સાદી ચોરીના છે, જ્યારે શરીર સંબંધી અને પ્રોહીબીશનના કુલ 12 ગુના નોંધાયા છે. આ ટોળકી સૌરાષ્ટ્રના રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, અમરેલી, જુનાગઢ, ગીરસોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જેવા કુલ 9 જિલ્લાઓમાં આતંક મચાવી રહી હતી. જયારે ઇમલા ગેંગ માં કુલ 8 સભ્યો સામે હોય જેમની વિરુદ્ધ કુલ 23 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. આ ગેંગમાં સામેલ ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ કટારીયા વિરુદ્ધ 20 ગુના અને ઇરફાન ઉર્ફે ઇકુ હસનભાઇ કટારીયા વિરુદ્ધ 17 ગુના નોંધાયેલા છે, જેઓ મુખ્યત્વે ખૂનની કોશિષ, ગંભીર ઇજા, આર્મ્સ એક્ટ અને પ્રોહીબીશન જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. આ સંગઠિત ટોળકીના 6 સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે 1 આરોપી હાલ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે અને 1 આરોપી પોલીસ પકડથી દૂર છે.
