ઉપલેટાના ઢાંક ગામની સીમમાં અકસ્માતમાં ખેડુત વૃધ્ધનું મોત

ઉપલેટાના ઢાંક ગામની સીમમાં અકસ્માત સબબ ખેડુત વૃધ્ધનું મોત નિપજયું હતું. આ ઘટનામાં પોલીસે કાગળો કર્યા બાદ મૃતકના પરિવારજનોના નિવેદન લીધા હતાં. વૃદ્ધના મોતથી પરિવારમાં…

ઉપલેટાના ઢાંક ગામની સીમમાં અકસ્માત સબબ ખેડુત વૃધ્ધનું મોત નિપજયું હતું. આ ઘટનામાં પોલીસે કાગળો કર્યા બાદ મૃતકના પરિવારજનોના નિવેદન લીધા હતાં. વૃદ્ધના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળતી વિગત મુજબ ઉપલેટાના ઢાંક ગામે રહેતા જયંતીભાઇ ઉકાભાઇ પાઘડાર (ઉ.વ.69) નામના ખેડુત વૃધ્ધ પોતાનું બાઇક લઇ વાડીએ જતા હતા. ત્યારે ઢાંક ગામની સીમમાં અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા હોય જેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજયું હતું.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભાયાવદર પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ ચાર ભાઇ એક બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત કઇ રીતે થયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે કાગળો કર્યા બાદ મૃતકના પરિવારજનોના નિવેદન લીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *