રાજકોટ-ચોટીલા હાઇવે ઉપરથી 53 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

રાજકોટ નજીક કુવાડવા ગામ પાસ થી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.53 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો. આ દારૂૂનો જથ્થો દમણથી મંગાવવા માં આવ્યો હોવાનું…

રાજકોટ નજીક કુવાડવા ગામ પાસ થી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.53 લાખનો દારૂૂ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો. આ દારૂૂનો જથ્થો દમણથી મંગાવવા માં આવ્યો હોવાનું ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.63.83 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી સપ્લાયર સહીત ત્રણના નામ ખોલ્યા હતા. ટ્રકમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું તપાસ માં ખુલ્યું હતું.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા,એસીપી (ક્રાઇમ) ભરત બી.બસીયા દ્વારા બુટલેગર ઉપર વોચ ગોઠવી કાર્યવાહી કરવા સુચના આપી હોય ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયાની ટીમના દિલીપભાઇ બોરીયા,રાજેશભાઇ જળુ અને વિશાલભાઇ દવેને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે કુવાડવા ગામ પાસે આવેલ ગુજરાત ગેસના પંપ નજીક રોડ ઉપરથી આઇસર ટ્રક રજી.નં. જીજે-23-એડબ્લ્યુ 5219 ને અટકાવી તલાશી લેતા આ નંબર પ્લેટ નકલી હોવાનું અને ટ્રકના સાચા રજી.નં. ડીડી010 9143 ના હોય જે આઇસર ટ્રકમાંથી 53 લાખનો દમણથી રાજકોટ ઘુસાડેલ 13499 બોટલ દારૂૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

દારૂૂ બલીયાના સરવા ગુવાનના બ્રજેશકુમાર રામાશ્રય વર્માની ધરપકડ કરી તપાસ કરતા વલસાડ સંજય પટેલ, કૌશીક પટેલ અને હાર્દિક પટેલનું નામ ખુલ્યું હતું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પીએસઆઈ વી.ડી. ડોડીયા તથા એ.એસ.આઈ. અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ ચૌહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂૂપાપરા, અનુજભાઇ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઇ દવેએ કામગીરી કરી હતી. કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *