દ્વારકા અને જામનગરમાં થયેલી લૂંટ પ્રકરણમાં છેલ્લા અઢી દાયકાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

દેવભૂમિ દ્વારકા પંથકના વર્ષ 1999 ના સમય દરમિયાન પૂજારીને બેફામ માર મારી, લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા એક પરપ્રાંતિય શખ્સને એલસીબી પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સે…

દેવભૂમિ દ્વારકા પંથકના વર્ષ 1999 ના સમય દરમિયાન પૂજારીને બેફામ માર મારી, લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા એક પરપ્રાંતિય શખ્સને એલસીબી પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સે જે-તે સમયે જામનગરના એક પેટ્રોલપંપમાં પણ લૂંટ ચલાવી હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણની એલ.સી.બી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આજથી આશરે 26 વર્ષ પૂર્વે વર્ષ 1999 માં દ્વારકાના રૂૂક્ષ્મણી મંદિર ખાતે રાત્રિના સમયે કેટલાક શખ્સોએ લોખંડના પાઈપ, લાકડાના ધોકા વિગેરે જેવા હથિયારો લઈને મંદિર પર પથ્થર મારો કર્યો હતો. અહીં લૂંટારોએ ધાડ પાડીને મંદિરમાં સૂતેલા સાધુને બેફામ માર મારી, અહીં રાખવામાં આવેલું ચાંદીનું મુગટ, છતર, આભૂષણો તથા સોનાના ચેન, ચાંદીના વાસણો, દાન પેટી વિગેરે મળી, કુલ રૂૂપિયા 63,850 ના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. આ પછી આરોપીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા અને પોલીસની પહોંચથી દૂર બની ગયા હતા.

છેલ્લા 26 વર્ષથી નાસતા ફરતા આરોપી એવા કુખ્યાત ચડ્ડીબનીયાનધારી ગેંગના સભ્યો હોય આ ગેંગનો એક સભ્ય એવો મધ્યપ્રદેશ રાજ્યના જાંબુવા જિલ્લાના રણાપુર ગામનો ખીમા મળીયા ડોડીયા નામનો શખ્સ પણ સંડોવાયેલો હોય, અને આ શખ્સ પોતાના વતનમાં ન હોય તે અલગ અલગ જગ્યાએ રહેતો હોવાથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વી.એન. સીંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, મશરીભાઈ ભરવાડિયા, જેસલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, લાખાભાઈ, ધર્મેન્દ્રસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *