Connect with us

ક્રાઇમ

ફેમિના મિસ ઈન્ડિયાને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા

Published

on

પૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા શિવંકિતા દીક્ષિત સાઈબર ફ્રોડનો શિકાર બની હતી. ઠગએ તેને લગભગ બે કલાક સુધી વીડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટમાં રાખ્યો અને પછી 99 હજાર રૂૂપિયાની ઉચાપત કરી. સીબીઆઈ અધિકારી હોવાનો ઢોંગ કરીને ઠગાઈ કરનારે શિવાંકિતાને એમ કહીને ધમકી આપી હતી કે મની લોન્ડરિંગ અને બાળકોના અપહરણના પૈસા તેના બેંક ખાતામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ શિવાંકિતા ગભરાટમાં છે. હાલમાં તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.


આગ્રાના માનસ નગરમાં રહેતી શિવંકિતા દીક્ષિત વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા પશ્ચિમ બંગાળ રહી ચૂકી છે. ગત મંગળવારે સાંજે તેને અજાણ્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી તરીકે આપી હતી. તેણે શિવાંકિતાને કહ્યું કે તમારા આધાર કાર્ડ સાથે નોંધાયેલા સિમ પર દિલ્હીમાં બેંક ખાતું ખોલવામાં આવ્યું છે.


માનવ તસ્કરી, મની લોન્ડરિંગ અને બાળકોના અપહરણ માટે ખંડણીની રકમ આ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.આ રીતે શિવાંકિતા છેતરપિંડીની જાળમાં ફસાઈ ગઈ અને વીડિયો કોલ પર વાત કરવા લાગી. શિવંકિતા દીક્ષિતના જણાવ્યા અનુસાર – વીડિયો કોલ પર એક વ્યક્તિ પોલીસના ડ્રેસમાં જોવા મળ્યો હતો. તેના યુનિફોર્મ પર ત્રણ સ્ટાર હતા. પૃષ્ઠભૂમિમાં સાયબર પોલીસ દિલ્હી લખેલું હતું. એક પછી એક ચાર અધિકારીઓ સાથે વાત કરવામાં આવી. મહિલા અધિકારી સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે આ મામલાને વહેલી તકે ઉકેલવો જોઈએ નહીંતર ધરપકડ બાદ તમારે જેલમાં જવું પડશે.


આ દરમિયાન શિવાંકિતા લગભગ બે કલાક સુધી વીડિયો કોલ પર રહી અને અન્ય વ્યક્તિ જે કહે તે કરી રહી હતી. દરમિયાન, શિવાંકિતાએ છેતરપિંડી કરનાર દ્વારા ઉલ્લેખિત એકાઉન્ટમાં બે વખત 99,000 રૂૂપિયા ઓનલાઈન મોકલ્યા. જ્યારે શિવંકિતાએ કહ્યું કે મર્યાદા થઈ ગઈ છે, ત્યારે છેતરપિંડી કરનારે અન્ય કોઈ પાસેથી પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું.

ક્રાઇમ

મોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદ

Published

on

By

મોરબીના બેલા ગામ પાસે આવેલ પેકેજીંગના કારખાના પાછળ કોઈ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળક મૃત અવસ્થામાં મૂકીને નાસી ગઈ હતી. જેથી કરીને કારખાનેદાર દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવા આવી હતી અને તેઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરાઈ છે.


જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રહેવાસી કુલદીપભાઈ વિરમગામાનું બેલા પાસે માર્વેલ પેકેજીંગ નામનું કારખાનું આવેલું છે. તેઓના કારખાનાની પાછળના ભાગેથી તાજુ જન્મેલું બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. જે બાદ તેમને આસપાસ તપાસ કરવામાં આવતા કોઈ મળી આવ્યું નહીં. જેથી તેઓએ તાલુકા પોલીસમાં આ બાબતે જાણ કરી હતી.


હાલ કુલદીપભાઈ વિરમગામા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને નવજાત બાળકના મૃત શરીરને ત્યજી જનાર મહિલાની શોધખોળ ચાલી રહી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર આગળની તપાસ કરી રહ્યા છે.

Continue Reading

ક્રાઇમ

બોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયા

Published

on

By

હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ નામચીન શખ્સ સહિત ત્રણને એટીએસ ઉઠાવી ગઇ: પૂછપરછમાં હથિયાર સપ્લાયનું મોટું રેકેટ ખૂલે તેવી શકયતા

બોટાદમા એટીએસની ટીમે ગુપ્ત ઓપરેશન કરી દરોડા પાડી હત્યા સહીતના ગુનામા સંડોવાયેલા નામચીન શખસ અને તેના સાગ્રીતોને 3 હથિયાર સાથે ઝડપી લીધા હતા. આ ઓપરેશન સાથે એટીએસએ અમદાવાદના આસરવા વિસ્તારમા આવેલ યુએન મહેતા હોસ્પિટલ પાસેથી પણ હથિયારો સાથે બે શખ્સોને ઝડપી લીધાનુ ચર્ચાઇ રહયુ છે. બોટાદથી એટીએસ હથિયાર સાથે 3 શખ્સોને ઉઠાવી ગઇ હોય જેમા મોટુ રેકેટ ખુલે તેવી શકયતા છે.


મળતી વિગતો મુજબ એટીએસના વડા સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી વિરજીતસિંહ પરમાર અને તેમની ટીમે બોટાદમા ગુપ્ત ઓપરેશન કર્યુ હતુ. બોટાદમા રહેતા અને અનેક ગુનામા સંડોવાયેલા નામચીન કાળુ પઠાણ અને તેના બે સાગ્રીતોને એટીએસ ઉઠાવી ગઇ હતી અને તેની પુછપરછ શરૂ કરી છે. હત્યા, મારામારી સહિતના અનેક ગુનામા સંડોવાયેલા કાળુ પઠાણ પાસેથી કબ્જે કરેલા હથિયાર બાબતે વધુ તપાસ શરૂ કરવામા આવી છે. એટીએસની પુછપરછમા મોટુ રેકેટ ખુલે તેવી શકયતા છે.


આ પ્રકરણ સાથે અમદાવાદમા પણ એટીએસની ટીમે એક ઓપરેશન પાર પાડયુ છે. જેમા અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી યુ એન મહેતા હોસ્પિટલમાં શુક્રવારે ગુજરાત એટીએસએ હથિયારો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. એટીએસના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર ગુપ્ત માહિતીના આધારે હોસ્પિટલમાં ખાસ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે એટીએસના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાત એટીએસને સૂચના મળી હતી કે બે વ્યક્તિઓ હથિયાર અલીને યુ એન મહેતા હોસ્પિટલ આવી રહ્યા છે. જે બાદ તાત્કાલિક આસપાસના વિસ્તારમાં એક વિશેષ ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. આશરે બપોરના સવા ચાર વાગ્યે એટીએસની ટીમે હોસ્પિટલના ગેટ પર બે શકમંદોને રોક્યા અને બે બંદૂક સાથે ઝડપી પાડ્યા.


પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના વિશે જણાવતા કહ્યું હતું, કે અધિકારીઓ સાદા કપડાંમાં તૈનાત હતા અને કોઈ જ હોબાળો મચાવ્યાં વિના અચાનક જ તેમણે બે લોકોને ઝડપી પાડયા, અમને તો પછી ખબર પડી કે તેમની પાસે હથિયાર હતા. ધરપકડ બાદ એટીએસની ટીમ હોસ્પિટલનો સમગ્ર વિસ્તાર સુરક્ષિત કર્યા પછી રવાના થઈ હતી. ગુજરાત એટીએસના ડીવાયએસપી વિરજીતસિંહ પરમારે સ્પેશિયલ ઓપરેશનની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું, કે બે શકમંદો આ વિસ્તારમાં આવી રહ્યા છે તેવી અમને જાણકારી હતી. જેના આધારે અમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું. ઝડપાયેલા બંને શખ્સો મૂળ ગુજરાતનાં નથી, એફઆઇઆરની પ્રક્રિયા ચાલી રહી છે. બોટાદ અને અમદાવાદમા એટીએસએ હાથ ધરેલા આ ઓપરેશનમા રાજય વ્યાપી મોટું હથિયાર સપ્લાયનુ નેટવર્ક ખુલે તેવી શકયતા છે. ઉપરાંત આ હથિયારોનો કયા ગુનામા ઉપયોગ કરવાના હતા તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરવામા આવી છે.

Continue Reading

ક્રાઇમ

લીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યા

Published

on

By

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રનિંગ બાબતે સરપંચના પુત્રને તેના કાકાના સગીર વયના પિતરાઇ ભાઇ સાથે બોલાચાલી થઇ હતી. આ બાદ સરપંચ અને તેમનો પુત્ર સગીરને સમજાવવા માટે સગીરના ઘરે ગયા હતા, જ્યાં ઉશ્કેરાયેલા સગીરે પિતા-પુત્રને ચપ્પાના ઘા માર્યા હતા. એમાં સારવાર દરમિયાન સરપંચના પુત્રનું મોત થયું છે, જ્યારે સરપંચની હાલત ગંભીર છે.
મળતી માહિતી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામમાં સરપંચ કરમશી ઝીણાભાઈ કાલિયાનો 23 વર્ષીય પુત્ર આદર્શ ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવતો હતો, જ્યાં તેના કાકાના સગીર વયના પુત્ર સાથે બોલાચાલી થઇ હતી. જેથી ગતરોજ મોડી સાંજે નટવરગઢ ગામમા સરપંચ કરમશીભાઈ કાલિયા તેમના પુત્ર આદર્શ કાલિયા સાથે ભત્રીજાને સમજાવવા તેના ઘરે ગયા હતા, જ્યાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બગડ્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઇ હતી.


આ દરમિયાન ઉશ્કેરાયેલા સગીરે ચપ્પુના ઘા મારી સરપંચ અને તેમના પુત્ર આદર્શને અધમૂઓ કરી દીધા હતા અને તે સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. સગીરે પિતા-પુત્રને ચપ્પાના આડેધડ ઘા મારતાં બંને ઘાયલોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી આદર્શને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સરપંચ કરમશીભાઈના પુત્ર આદર્શનું મૃત્યુ થયું હતું. સરપંચ કરમશીભાઈ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મારામારીના આ બનાવમાં કુલ ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી છે, જેઓ પણ સારવાર હેઠળ છે.


આ અંગે લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારીએ જણાવ્યું હતું કે લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચ અને ફરિયાદી કરમશીભાઈ ઝીણાભાઈ કાલિયાનો પુત્ર આદર્શ કરમશીભાઈ કાલિયા, જે ગામના છોકરાઓને રનિંગની પ્રેક્ટિસ કરાવતો હતો. તેને એના કાકાના સગીર વયના દીકરા સાથે બોલાચાલી થઈ હતી. આથી કરમશીભાઈ કાલિયા અને તેમનો દીકરો આદર્શ કાલિયા તેમના ભત્રીજાને સમજાવવા તેના ઘેર ગયા હતા. ત્યારે આ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને સગીરે ઘરમાંથી ચાકુ લઇ પોતાના ભાઈ અને મોટા બાપુ ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો. એમાં આદર્શ કાલિયાને ગંભીર ઈજાઓ પહોંચતાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા કરમશીભાઈ ઝીણાભાઈ કાલિયાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે લીંબડી પોલીસે ગુનો દાખલ કરી ફરાર સગીર વયના આરોપીને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
ક્રાઇમ18 minutes ago

મોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદ

ક્રાઇમ19 minutes ago

બોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયા

ગુજરાત22 minutes ago

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બર્ફીલા પવનના કારણે કોલ્ડવેવ જેવી સ્થિતિ

ગુજરાત23 minutes ago

ખાનગી હોસ્પિટલમાં આવેલા મેડિકલમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી: પરિપત્ર

ક્રાઇમ27 minutes ago

લીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યા

ક્રાઇમ28 minutes ago

મોરબીના અણિયારી ગામે યુવાનની હત્યા

ગુજરાત31 minutes ago

9%થી વધુ વિકાસ દર નોંધાવનારા 17 રાજ્યોમાં ગુજરાત સામેલ

ગુજરાત31 minutes ago

બગસરામાં પોલિયોની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાના આક્ષેપ

કચ્છ36 minutes ago

કચ્છમાં 25 કિલો ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને પંજાબમાંથી પકડ્યા

ક્રાઇમ38 minutes ago

માધાપરની પરિણીતાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ

Trending