શહેરમાં ગોંડલ રોડ પર વાવડીમાં આવેલા એપાર્ટમેન્ટમાં નવમા માળની ગેલેરીમાંથી પટકાઈ બીજા માળની ગેલેરીમાં પછડાતાં વૃધ્ધનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
જાણવા મળ્યા મુજબ વાવડીમાં વૃંદાવન ગ્રીન એપાર્ટમેન્ટમાં નવમા માળે રહેતાં પરષો ત્તમભાઈ કાળાભાઈ વડાલીયા(ઉ.વ.88) રાતે દોઢેક વાગ્યે એપાર્ટમેન્ટની ગેલેરીમાંથી પડતાં નીચે બીજા માળની ગેલેરી પાસે પછડાયા હતાં. અવાજ થતાં ચોકીદાર અને બીજા રહેવાસીઓ જાગી ગયા હતાં. તપાસ કરતાં નવમા માળે રહેતાં પરષોત્તમભાઈ પટકાયા હોઈ તેમના પરિવારજનો બીજા રૂૂમમાં સુતા હોઈ ઘટનાથી અજાણ હોઈ તેમને જાણ કરાઈ હતી.
પરષોત્તમભાઈને ગંભીર ઈજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિં સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃત્યુ પામનારને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. સગાએ જણાવ્યું હતું કે પરષોત્તમભાઈને લો બીપી સહિતની તકલીફ હતી. તેમજ નીંદર ન આવવી ચક્કર આવવા જેવી પણ તકલીફ હતી. રાતે તેમને નીંદર ન આવતી હોઈ ગેલેરીમાં ટહેલતા હતાં ત્યારે ચક્કર આવતાં નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ભગવતીપરા મેઇન રોડ પર આવેલા જયપ્રકાશનગરમાં રહેતા પંકજભાઈ ભરતભાઈ ડાભી(ઉ.વ.42)એ વહેલી સવારે ઘરે લોખંડની આડસ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર પંકજભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેઓને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
