જિલ્લા ગાર્ડન ચોક પાસે પત્નીના ત્રાસથી પતિએ ફીનાઈલ ગટગટાવ્યું

શહેરના જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતાં યુવાને પત્નીના ત્રાસથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી…

શહેરના જિલ્લા ગાર્ડન ચોક પાસે રહેતાં યુવાને પત્નીના ત્રાસથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, જિલ્લાગાર્ડન નજીક વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતાં મલય ગુણવંતભાઈ શિંગાળા (ઉ.40) નામના યુવાને ગત રાત્રે પોતાના ઘરે ફીનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મલય એક ભાઈ એક બહેનમાં મોટો અને સંતાનમાં બે પુત્ર છે. તેણે પ્રેમ લગ્ન કર્યા હતાં. પત્ની અગાઉ અન્ય સાથે ફોન પર વાત કરતી હોવાની જાણ થતાં ઝઘડો થયો હતો અને પત્નીએ અગાઉ ભક્તિનગરમાં બે વખત ફરિયાદ પણ કરી હતી. પત્ની અવારનવાર ત્રાસ આપતી હોય ગઈકાલે પણ ઝઘડો કરી માવતરે ચાલી જતાં પત્નીના ત્રાસથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જ્યારે બીજા બનાવમાં રેલનગરમાં પેટ્રોલ પંપ પાસે રહેતી વિશ્રુતિ પ્રતિકભાઈ કારીયા (ઉ.21) નામની પરિણીતાએ માનસિક બિમારીથી કંટાળી બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *