Connect with us

ક્રાઇમ

ઈન્દ્રપ્રસ્થમાં વેપારીના ઘરમાંથી 5 લાખની ચોરી

Published

on

ચોરીમાં જાણભેદુ હોવાની શંકા, સીસીટીવીના આધારે મહત્ત્વની કડી મળી, શહેરમાં સતત બીજા દિવસે નિશાચરો ત્રાટકયા

રાજકોટમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં પોલીસના કહેવાતા પેટ્રોલીંગ છતાં ચોરીના વધતાં બનાવો પોલીસ માટે જાણે પડકાર હોય તેવું લાગી રહ્યું છે.કરણપરામાં વેપારીના ઘરેથી થયેલી રૂા.9.50 લાખની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો જ છે ત્યારે શહેરના ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા એક વેપારીના ઘરેથી આશરે પાંચ લાખની ચોરીનો બનાવ બન્યો છે. જો કે આ ચોરીમાં કોઈ જાણભેદુ જ હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે અને આ મામલે માલવીયાનગર પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.


રાજકોટમાં ચોરીના વધતાં બનાવોમાં વધુ એક બનાવ બન્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા એસ્ટ્રોન ચોક પાસેની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા એક વેપારીના ઘરેથી આશરે પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે.આ ચોરીનો આંક પાંચ લાખ ગણાવવામાં આવી રહ્યો છે. આ મામલે માલવીયાનગર પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે.


મળતી માહિતી મુજબ, ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા આ વેપારીના ઘરેથી તેમના રૂમના કબાટમાંથી આશરે પાંચ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હોય જે બાબતની જાણ વેપારીના પરિવારને થતાં તેમણે આ અંગે ઘરના મોભીને વાત કરી હતી અને મામલે માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે.
બીજી તરફ વેપારીના ઘરે થયેલી ચોરીના બનાવની પ્રાથમિક તપાસમાં ઘર આસપાસના સીસીટીવી ફુટેજ તપાસ્યા છે અને આ ચોરીમાં સંડોવાયેલા વેપારીના નજીકના જ એક વ્યક્તિની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.


પોલીસે આ મામલે હાલ આ ચોરીમાં શકમંદને સકંજામાં પણ લીધો છે અને તેની પુછપરછ શરૂ કરવામાં આવી છે. આ ચોરીમાં સંડોવાયેલો આ જાણભેદુ શખ્સ કે જેને પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરતાં ચોરી કર્યાનું કબુલી લીધું છે.


આ મામલે સત્તાવાર રીતે સાંજ સુધીમાં પોલીસ જાહેરાત કરે તેવી શકયતા છે. રાજકોટમાં સતત ચોરીના બનાવો વધી રહ્યાં છે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં ચોરીના બનાવોમાં વધારો નોંધાયો છે. કરણપરામાં રહેતા ઈલેકટ્રીના વેપારી કેકીનભાઈ શાહના ઘરે થયેલી રૂા.9.50 લાખની ચોરીના બનાવની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. ત્યાં માલવીયાનગર પોલીસ વિસ્તારમાં આવતાં ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં વેપારીના ઘરે પાંચ લાખના સોનાના દાગીનાની ચોરીના બનાવ બનતા પોલીસ પણ ધંધે લાગી છે.

ક્રાઇમ

ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો

Published

on

By

  • રૂ. 3,500 ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો –

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સરકારની મનરેગા યોજનામાં બાકી ચુકવણી સંદર્ભ આસામી પાસેથી રૂપિયા 3,500 ની લાંચ લેતા કરાર આધારિત આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાઈ ગયો હતો. 

આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ સરકારની રોજગાર અર્થની મનરેગા યોજનાની વિવિધ આશરે 266 યોજનાઓ પૈકી વાઢીયું ઘાસની વાવણી કરવા માટે એક આસામી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા રૂપિયા 23,000 ની રકમ મંજૂર કરાઈ હતી. જે પૈકી રૂ. 14,000 ની રકમ અરજદારને મળી ગઈ હતી. જ્યારે બાકી રહેતા રૂ. 9,000 ની ચુકવણી માટે અરજદાર પાસેથી ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર કરાર આધારિત તરીકે કામ કરતા મિહિર વી. બારોટ દ્વારા રૂ. 3,500 ની માંગણી કરવામાં આવી હતી.

લાંચની આ રકમ અરજદાર આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પી.આઈ. એસ.સી. શર્મા દ્વારા આ અંગે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજરોજ સવારે ભાણવડમાં જકાતનાકા પાસે આવેલી દ્વારકાધીશ પાન નામની દુકાન નજીક આરોપી મિહિર બારોટને ફરિયાદી પાસેથી રૂ. 3,500 ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો.
   આ બનાવે ભાણવડ સાથે જિલ્લાભરના સરકારી કર્મચારીઓમાં ભારે ચર્ચા જગાવી છે.
Continue Reading

ક્રાઇમ

સુરતમાં સાયબર કૌભાંડ, 261 બેંક ખાતામાં 77 કરોડના વ્યવહારો

Published

on

By

મજૂરો- ગરીબોને રૂા.પાંચ હજાર આપી ખાતા ભાડે રાખતા હતા, 34 ડેબિટ- ક્રેડિટ કાર્ડ, 18 પાસબુક અને પાંચ ચેકબુક કબજે

માસ્ટર માઇન્ડ વિશાલ વાઘેલા દુબઇથી ચલાવતો હતો નેટવર્ક, વોન્ટેડ જાહેર કરાયો, ત્રણ સાગરિતોની ધરપકડ

સુરત સાયબર સેલે દેશભરમાં સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપવા માટે જરૂૂરિયાતમંદ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તે એકાઉન્ટના દસ્તાવેજો તથા સીમકાર્ડ મેળવી તેને દુબઇ મોકલવાના કૌભાડનો પર્દાફાશ કરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તપાસમાં દુબઈના બે શખ્સોના નામ ખુલ્યા છે જે બન્ને દુબઈ થી આ સમગ્ર રેકેટ ઓપરેટ કરતા હોવાનું ખુલ્યું છે.. 5000 રૂૂપિયા આપી લોકોને બેંક એકાઉન્ટ ખોલાવો આંતરરાષ્ટ્રીય હવાલા કાંડના તાર સમગ્ર ગુજરાતભરમાં જોડાયેલા હોવાની પોલીસને શંકા છે.


સુરતથી સીમકાર્ડ ખરીદી અને અલગ અલગ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ દુબઇ સહિત અન્ય દેશોમાં મોકલે છે અને ત્યાંથી આ સીમકાર્ડ અને બેંક એકાઉન્ટ ભારતમાં અલગ અલગ સાયબર ફ્રોડની ઘટનામાં વાપરવામાં આવતા હોવાની માહિતીને આધારે સુરત સાયબર સેલે તપાસ કરતા આ રેકેટમાં અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મર, કેતન વેકરીયા, મિલન વાઘેલા, દશરથ અને જગદીશની સંડોવણી ખુલ્ય બાદ સાયબર ક્રાઈમની ટીમે ત્રણની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મુખ્ય આરોપી મિલન વાઘેલા અને જગદીશ હાલ દુબઈ રહે છે.અને ત્યાંથી આ રેકેટ ઓપરેટ કરે છે.

આ તમામ લોકો મળીને એક વર્ષથી અનેક લોકોને લોભાવની લાલ જ આપી તેમના નામે અલગ અલગ બેંકમાં એકાઉન્ટો ખોલાવી એકાઉન્ટ ધારકો પાસે નવા ખોલાવેલા બેંક એકાઉન્ટની કીટો તથા એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબરના સીમકાર્ડ મેળવી લેતા હતા. આ લોકો સુરત શહેરના મજુર, ગરીબ, જરૂૂરિયાતમંદ લોકોને લાલચ આપી અલગ અલગ બેંકમાં નવા એકાઉન્ટ ખોલાવતા હતા. આ માટે તેમને 5,000 રૂૂપિયા પણ આપતા હતા. બેંક એકાઉન્ટ ખોલીને તેઓ ઇન્સ્ટન્ટ કીટ તથા સીમકાર્ડ મેળવી લઈ દુબઇ મોકલતા હતા. દુબઇથી ઇન્ટરનેટના માધ્યમથી દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઈમના ગુનાને આચરવામાં આવતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, આ ટોળકીએ 261 એકાઉન્ટમાં 77 કરોડના વ્યવહારો કરાવ્યા છે.

આરોપીઓ આ એકાઉન્ટના પોતાની રીતે મોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરીઓ ઊભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક કૂટ લેખનવાળા દસ્તાવેજો ઉભા કરી, દુબઈ ખાતે રહી લોકોને ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરવા માટે પોતાની ખોટી ઓળખ ઊભી કરી સાયબર ક્રાઇમના ગુનાને આચરતા હતા. તેઓ પોતાના મળતીયાઓને પૂરા પાડી કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગીન કેનેરા બેંકના કુલ 261 એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 77,55,29,202ના વ્યવહારો કરાવ્યા છે. બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કર્યા છે. એટીએમ કાર્ડ દ્વારા વિડ્રો કરી તેઓની પાસેથી દરેક બેંક એકાઉન્ટ દીઠ અલગ અલગ રકમના કમિશનનો મેળવી એકબીજાની મદદગારી કરતા હતા.

મુખ્ય આરોપી મિલન વાઘેલા વોન્ટેડ છે. અન્ય ત્રીજા આરોપી વિશાલ ઠુંમરની પણ ધરપકડ કરાઈ છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી દુબઈ રહેતો મિલન વાઘેલાને વોન્ટેડ જાહેર કરાયો છે. કેતન વેકરીયાની શોધખોળ પોલીસ કરી રહી છે, બન્નેના ઘરે તપાસ કરતાં પોલીસને 34 જેટલા ડેબિટ ક્રેડિટ કાર્ડ મળી આવ્યા છે. 18 પાસબુક અને પાંચ ચેકબુક મળી આવ્યા હતા.

પકડાયેલ ત્રિપુટીને દર મહિને 50 હજારનું કમિશન મળતું
અજય ઇટાલીયા હાલ બેરોજગાર છે અને મુખ્ય આરોપી મિલન વાઘેલાના જણાવ્યા મુજબ અલગ અલગ લોકો પાસેથી કમિશન પર બેંક એકાઉન્ટ લઈ તે બેંક એકાઉન્ટ એક્ટિવેટ કરી તેના ડિબેટ કાર્ડ દુબઈ ખાતે મોકલતો હતો. તેમજ આ બેંક એકાઉન્ટોમાં મિલન વાઘેલા સાયબર ફ્રોડ તથા ગેમિંગ રૂૂપિયા જમા કરાવતા અને આ રૂૂપિયા હાલનો આરોપી મિલન વાઘેલાના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. એટલું જ નહીં એટીએમ દ્વારા રૂૂપિયા પણ ઉપાડતો હતો. મિલન વાઘેલા જ્યારે ભારત આવતો હતો, ત્યારે અજય દુબઈ ખાતે જતો હતો અને મિલન વાઘેલાનું કામ ઓપરેટ કરતો હતો. અત્યાર સુધીમાં પાંચેક વખત તે દુબઈ જઈ ચુક્યો છે. આ કામ માટે દર મહિને તેને પચાસ હજારથી વધુ રૂૂપિયા મળતા હતા. અગાઉ તેની ઉપર સાયબર ક્રાઇમના ગુના નોંધાઈ ચૂક્યા છે.જયારે અન્ય આરોપી જલ્પેશ નડિયાદરા નિબંધ ધરપકડ કરવામાં આવી છે. આરોપી જલ્પેશ મિલન વાઘેલા તથા અજય ઇટાલીયાના જણાવ્યા મુજબ અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટની કીટો મેળવતા હતા. તથા એટીએમ કાર્ડથી રૂૂપિયા ઉપાડતા હતા. એટલું જ નહીં તે જે એજન્ટ બેંક એકાઉન્ટ લાવે તેઓને કમિશન આપવાનું કામ પણ જલ્પેશ કરતો હતો તેને દર મહિને 20 હજાર રૂૂપિયા આપવામાં આવતા હતા.

Continue Reading

ક્રાઇમ

12 લાખની ઠગાઇમાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

Published

on

By

શહેરના યુવાનને પાર્ટ ટાઈમ જોબ કરવા ટાસ્ક પૂરા કરી સારું વળતર આપવાના બહાને રૂૂા. 12.05 લાખની ઓનલાઈન છેતરપિંડીમાં ત્રણ આરોપીને સરહદી રેન્જ-ભુજની સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ત્રણે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ભુજના મેડિકલ ધંધાર્થી યુવાન હિરેન વિનોદભાઈ ઠક્કર (કોટક)ને ટેલિગ્રામ ઉપર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ માટે મેસેજ મોકલાવાતાં તેમણે રુચિ દેખાડતાં લિંક મોકલવામાં આવી હતી અને ઓર્ડર કનફર્મ કરી સારું વળતર / નફો હિરેનભાઈને મળતાં તેમણે મોટો ઓર્ડર નાખ્યો હતો, ત્યાર બાદ વિવિધ બહાને વધુ નાણાં જમા કરાવી કુલે રૂૂા. 12,05,064ની છેતરપિંડી કર્યાની ફરિયાદ અરજી બે દિવસ પૂર્વે સરહદી રેન્જ – ભુજની સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાવાતાં પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. બેંક સ્ટેટમેન્ટના અભ્યાસ બાદ પ્રથમ અમદાવાદના કેવલને ઝડપતાં તેને તેના મિત્ર શ્યામે ખાતાના ઉપયોગ બદલ અડધો ટકો કમિશન આપવાનું કહ્યું હતું.

આ બાદ રાજકોટથી શ્યામને ઝડપતાં તેને દિવ્યેશે ગેમિંગના નાણાં ટ્રાન્સફર કરવા ખાતાઓની વ્યવસ્થા કરી આપવા અને તેના બદલામાં અડધા ટકા કમિશનનું જણાવ્યું હતું. આમ, આ ગુનાના આરોપી કેવલ કાંતિલાલ દેલવાડિયા (રહે. નરોડા-અમદાવાદ), શ્યામકુમાર મનસુખભાઈ ખાંટ (રહે. રાજકોટ) અને દિવ્યેશ પ્રફુલ્લભાઈ ખૂંટ (રહે. કેશોદ)ને સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ એલ.પી. બોડાણાનાં માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને અમદાવાદ અને રાજકોટ ખાતેથી પકડી આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બીજીતરફ આ ગુનાના ઝડપાયેલા આરોપીઓને ભુજની કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ કરાઇ હતી જેમાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકાર તરફે સરકારી વકીલ આર. આર. પ્રજાપતિએ હાજર રહી દલીલો કરી હતી.

Continue Reading
ધાર્મિક2 hours ago

31 ઓક્ટોબર કે 1 નવેમ્બર જાણો કયારે છે દિવાળી, અહીં જાણો સાચી તારીખ

રાષ્ટ્રીય2 hours ago

આખી રાત મચ્છર મારવાનું મશીન ચલાવવું સવાસ્થ્ય માટે છે હાનીકારક, થઇ શકે છે ગંભીર બીમારીઓ

આંતરરાષ્ટ્રીય3 hours ago

દિવાળી પહેલા ભારત-ચીન સૈનિકો LAC પર ડેમચોક અને ડેપસાંગથી પાછા હટી જશે

ગુજરાત3 hours ago

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

ધાર્મિક3 hours ago

દિવાળીએ વાસ્તુ અનુસાર ઘરમાં કરાવો આ કલર, દેવી લક્ષ્મી કરશે ધનનો વરસાદ

ક્રાઇમ3 hours ago

ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો

ગુજરાત3 hours ago

બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા યુવાનનું હાર્ટએટેક આવતા મોત

આંતરરાષ્ટ્રીય3 hours ago

ઇઝરાયલે અલજઝીરાના છ પત્રકારોને આતંકી જાહેર કર્યા

રાષ્ટ્રીય3 hours ago

ઉત્તરપ્રદેશમાં ઈન્ડિયા ગઠબંધનમાં બળવો, સપાના ઉમેદવાર સામે કોંગી નેતાએ ફોર્મ ભર્યુ

રાષ્ટ્રીય3 hours ago

કાનૂની ડિગ્રી વિના સુપ્રીમમાં પત્રકારો કવરેજ કરી શકશે

ગુજરાત7 hours ago

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે

ગુજરાત1 day ago

ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો

ગુજરાત1 day ago

કૃષિ રાહત પેકેજ આવકાર્ય પણ સમયસર ચૂકવાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં કામ આવે

ગુજરાત1 day ago

રાજકોટ જેલના કેદીઓની કામગીરીની પ્રશંસા કરતું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ

ગુજરાત1 day ago

ડિપાર્ટમેન્ટના અધ્યાપકોને હાંસિયામાં ધકેલી કોલેજોના આચાર્યોને બનાવાયા ભવનના વડા

ગુજરાત1 day ago

વેજાગામ-વાજડી-સોખડા-મનહરપુર સહિત 3 ટીપી સ્કીમનો મુસદ્દો જાહેર

ગુજરાત1 day ago

CBSC દ્વારા ધો.10 અને 12ની પ્રેેક્ટિકલ પરીક્ષા તા.1 જાન્યુઆરીથી શરૂ

ગુજરાત1 day ago

ગંદકી સબબ 40 વેપારીઓ પાસેથી મનપાએ રૂા.19150નો દંડ વસુલ્યો

ગુજરાત3 hours ago

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

આંતરરાષ્ટ્રીય1 day ago

જસ્ટિન ટ્રુડો કેનેડામાં જ ઘેરાયા, 28મી સુધીમાં રાજીનામું આપવા તેના જ સાંસદની માગણી

Trending