Connect with us

અમરેલી

વડિયા-બગસરામાં અનરાધાર 5 ઇંચ વરસાદ

Published

on


અમરેલીના વડિયા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા સોમવારના સાંજે પાંચ વાગ્યાં સુધીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદ પેહલા વાવણી કરેલા કપાસિયા અગાવના થોડા વરસાદ થી ઉગ્યા બાદ વરસાદના અભાવે હતા તે મુરજાતા પાક ને જીવત દાન મળતા ચાતક નજરે રાહ જોતા જગતાતમાં હરખની હેલી જોવા મળી છે. તો બીજી બાજુ વડિયા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન ગણાતા સુરવો ડેમ પણ તળિયા ઝાટક હતો તેમાં પણ છ ફૂટ નવા નિરની આવક થઇ છે તો વડિયાની ભાગોળે આવેલા સાંકરોળી ડેમમાં દસ ફૂટ નવા નિરની આવક થતા સમગ્ર પંથકમાં અવિરત મેંઘ સવારી થી ખુશીનો માહોલ છવાયો છે અને લાપસીના આંધણ મુકાતા જોવા મળી રહ્યા છે.

બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તાર
બગસરા તાલુકાના હડાળા માવજીજવા બાલાપુર પીઠડીયા નવા- જુના વાઘણીયા ખારી ખીજડીયા ચારણ પીપળી નાના મુંજીયાસર મોટા મુંજીયાસર રફાળા આદપુર સહિત સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદી પાણી ખેતરોમાં ભરાયા ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકને ફાયદાકારક સાબિત થશે હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂૂપે બગસરા પંથકમાં પણ સવારથી ધીમીધારે વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્યો બગસરાથી હડાળા રોડ પર ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અવરજવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યોહતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમરેલી

રાજુલા ધાતરવડી ડેમની બાજુમાં ધમધમતા ભરડિયા બંધ કરાવો

Published

on

By

ધારેશ્વર,ભાક્ષી,મોટા આગરિયા સહિત ગ્રામજનો ખેડૂતોમાં વિરોધનો વંટોળ

રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ 1 પાણીનો છલોછલ ભરેલો છે તેવા સમયે બાજુમાં સૌવથી મોટા ભરડીયાઓ ધમધમી રહ્યા છે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેની અસર સીધી ધાતરવડી ડેમ ઉપર થઈ રહી છે ધાતરવડી ડેમ રાજુલા તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂૂપ છે વર્ષો જૂનો ડેમ હોવાને કારણે મોટી દુર્ઘટના સર્જાય શકે છે તેવા સમયે નજીક આવેલ બંને ભરડીયાઓ ક્વોરી લિઝ બંધ કરાવવા ખેડૂતોએ ઉગ્ર મંગણીઓ કરવામાં આવી છે પ્રથમ મોટા આગરિયા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને સંબોધી પત્ર લખ્યા બાદ આજે વધુ બે ગ્રામ પંચાયતોએ વિરોધ કરી બંધ કરવા માટેની મંગણીઓ કરવામાં આવી છે જેમા અસરગ્રસ્ત બંને ગામડા ધારેશ્વર અને ભાક્ષી ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે બંને ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆતો કરવામાં આવી છે.


ધારેશ્વર ગ્રામ પંચાયત મહિલા સરપંચ મનીષાબેન દિલીપભાઈ સોજીત્રાએ કલેકટરને પત્ર લખી રજૂઆતો કરવામાં આવી છે જેમાં ધારેશ્વર ગામની ઉપરવાસમાં આવેલ ધાતરવડી ડેમ 1ખુબજ મોટો ડેમ છે અમારા ગામના સીમાડામાં અડીને આવેલ ભાક્ષી ગામનો સીમાડો છે ધાતરવડી ડેમની 500 મીટરની ત્રિજ્યમાં બે ભરડીયા ઘણા વર્ષોથી ચાલુ છે ડેમને અડીને પથર કાઢીને 150 થી 200 મીટરની ત્રિજ્યમાં બે ભરડીયા ઘણા વર્ષોથી ચાલુ છે

ડેમને અડીને પથર કાઢી 150થી 200 ફૂટ ઉડી ખાણો કરી નાખવામાં આવી છે પથર કાઢવા માટે મોટા બ્લાસ્ટિંગના કારણે ડેમને નુકસાન થાય છે અને અમારા ગામની સલામતી જોખમાય છે આસપાસ ખેડૂતોના ખેતરોમાં ધૂળ ઉડી આવી રહી છે સીધી ખેડૂતોના ખેતીપાક ઉપર અસર થય રહી છે પાણીના તળ પણ ઊંડા ઉતરી ગયા છે આવા સંજોગોમાં આ ભરડીયા વાળા બ્લાસ્ટિંગ કરતા હોવાથી ડેમને નુકસાન થવાથી જો તૂટે તો અમારું ગામ સંપૂર્ણ માનવસર્જિત હોનારથ માં નાશ પામે જેથી તાકીદે આ બંને ભરડીયાઓ જે એકદમ ડેમને 200 મીટરની ત્રિજ્યા આવેલ હોવાથી લિઝ રદ કરવામા અમારી માંગણી છે નહિતર અમારે ના છૂટકે હાઇકોર્ટના દ્વાર ખખડાવી હાઇકોર્ટમાં જવાની ફરજ પડશે તેમ મહિલા સરપંચ મનીષાબેન સોજીત્રાએ જણાવ્યું છે.


ભાક્ષી ગ્રામ પંચાયત સરપંચ અમુબેન મનુભાઈ ધાખડાએ કલેકટરને સંબોધી પત્ર મારફતે રજૂઆતો કરવામાં આવી છે જેમાં ઘાતવરડી ડેમ માંથી આજુ બાજુના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે રાજુલા અને જાફરાબાદ શહેરમાં પીવાનું પાણી જાય છે ડેમને અડીને બે ભરડીયાઓ ધમધમી રહ્યા છે ભાક્ષી ગામ નજીક ધારેશ્વર મોટા આગરિયા સહિત ગામડા આવેલ છે બધી ગ્રામ પંચાયતોએ ખેડૂતોના હિતમાં નીચાણમાં આવતા ગામની સલામતી માટે બંને ભરડીયાઓ બંધ કરવા કલેકટર અને ભૂસ્તર શાસ્ત્રી અને કાર્યપાલક ઈજનેર ચીંચાઈ વિભાગને રજૂઆત કરી છે તાકીદે ભરડીયાઓ સામે કાર્યવાહી કરવા અમારી માંગણી છે નહિતર બંને ગ્રામ પંચાયતો ન્યાયિક કાર્યવાહીની ફરજ પડશે તેમ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

Continue Reading

અમરેલી

અમરેલી પંથકના ખેડૂતોના પાકનો સરવે કરવા ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા

Published

on

By

વળતર ચૂકવવા કૃષિમંત્રીને રજૂઆત

તાજેતરમાં ભારે થી અતિભારે વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે ખુબજ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ખેતીનો પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાકને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે, અને લીલા દુષ્કાળની પરિસ્થીતી સર્જાયેલી છે જેથી ખેડૂતોને આર્થીક રીતે મદદરૂૂપ થઇ શકાય તે માટે થયેલ નુકશાનનો તાત્કાલીક સર્વે કરાવી સરકારશ્રીના નિયમો મુજબ સહાય ચુકવવા માટે અનેક ખેડૂતો દ્વારા ધારાસભ્યોને રજુઆત મળતા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળા, અને લાઠી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જનકભાઇ તળાવીયા તેમજ રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ આજે ગાંધીનગર ખાતે રાજયના કૃષીમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ સમક્ષ જગતના તાત ખેડૂતોના શીંગ, કઠોળ અને કપાસ વગેરે પાકોની તબાહી થતા સત્વરે તેનો સર્વે કરી ઝડપથી સહાય ચુકવવા અમરેલી જિલ્લાના ધારાસભ્યોએ ખેડૂત હિતમાં રજૂઆતો કરીને તાકીદે ખેડૂતોની મુશ્કેલીઓનું નિવારણ આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે.

તે અંગે થયેલી ફળસ્વરૂૂપ રજૂઆતો રાઘવજીભાઇ પટેલે ધ્યાને લીધેલ હતીને કૃષી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજેલ હતી તેમજ ધારાસભ્યોની રજૂઆતોનો નિરાકરણ લાવવાની તંત્રના અધિકારીઓ સાથે કૃષી મંત્રીએ ધરપત આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Continue Reading

અમરેલી

અમરેલી જિલ્લાના 34 ગામના સરપંચોની સહાયની માંગ

Published

on

By

પાછોતરા વરસાદથી પાકને ભારે ફટકો, તાકીદે સરવે શરૂ કરવા રજુઆત

રાજ્યમાં પાછોતરા વરસાદે અનેક જિલ્લામાં કહેર વર્તાવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા સહિતના પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જેમાં ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થયું છે.

ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થતાં બગસરા તાલુકાના 34 ગામના સરપંચોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલને સંબોધીને બગસરા તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપ્યું અને પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરી સહાય પૂરી પાડવા સરકાર સમક્ષ માંગણી કરી છે.ગઈકાલે સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારેથી હળવા વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. બગસરા તાલુકામાં પણ ભારે વરસાદને પગલે ખેડૂતોનો પાક તો બરબાદ થયો, સાથે જ પશુઓને ખવડાવાનો ચારો પણ ખરાબ થઈ ગયો.

જેને લઈને બગસરા તાલુકા સરપંચ ઍસોસિયેશન દ્વારા 34 ગામના સરપંચો સહિત ખેડૂતો એકઠા થઈને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ઠરાવ અંતર્ગત મામલતદારને આવેદનપત્ર આપ્યું અને સાત દિવસમાં કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓ પાસેથી પાક નુકસાનીનો રિપોર્ટ મંગાવીને સહાય કરવામાં આવે તેવી માગ કરી.સરપંચ તરીકે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, બગસરાના ગામોમાં ગઈ કાલે (19 ઑક્ટોબર) આશરે 5થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાથી પાક પાણીમાં તણાઈ ગયો છે. આ સાથે ઊભા પાકોમાં પણ 90 ટકાથી વધુ નુકસાન થયું.

જેથી ખેડૂતોએ માગ કરી છે કે, સરકાર દ્વારા તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરીને ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવામાં આવે.આવેદનપત્રમાં દાવો કરાયો છે કે, ચોમાસાની સિઝન દરમિયાન અમેરલીના બગસરા તાલુકામાં કુલ 1200 મિ.મી વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતોના ખેતપાકો પર મેઘકહેર થતાં, ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોએ બિયારણ, ખાતર, યુરિયા અને મજૂરો માટે કરેલો ખર્ચ પણ એળે ગયો છે. જો સરકાર વહેલીતકે નુકસાન સહાય નહીં ચૂકવે તો કદાચ આ ખેડૂતો આગામી સિઝનનો પાક લઈ શકશે કે નહીં તે કહેવું પણ મુશ્કેલ છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય12 hours ago

‘ભારત-ચીનના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમે સરહદ કરારનું સ્વાગત કરીએ છીએ…’જિનપિંગ સાથે મુલાકાત પર PM મોદીનું નિવેદન

ગુજરાત12 hours ago

રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ, અધિક જિલ્લા મેજિ.નું જાહેરનામું

ગુજરાત12 hours ago

મનપાના ફાયર વિભાગની 319 જગ્યાઓ માટે સીધી ભરતી થશે

ગુજરાત12 hours ago

ધર્મ સ્થળો તોડશો તો અમારી પથારી ફરી જશે

આંતરરાષ્ટ્રીય13 hours ago

બાંગ્લાદેશમાં હવે રાષ્ટ્રપતિને હટાવવા હિંસક વિરોધ, પોલીસ પર પથ્થરમારો

ગુજરાત13 hours ago

મહાપાલિકાનું કારસ્તાન: સરદાર પટેલ સેવા ટ્રસ્ટના ગેરકાયદે બાંધકામને આપી ફાયર NOC

રાષ્ટ્રીય13 hours ago

SEBIનો અદાણીને ઝટકો, લિસ્ટિંગ નિયમોના ઉલ્લંઘન બાબતે નોટિસ

રાષ્ટ્રીય13 hours ago

યુપીની પેટા ચૂંટણીમાં હિન્દુત્વનો મુદ્દો મુખ્ય સંઘ હરિયાણા સ્ટાઇલથી મેદાનમાં ઉતરશે

ગુજરાત13 hours ago

પર્યાવરણ વિભાગે વધુ 56 વેપારીઓ પાસેથી 2.1 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ

રાષ્ટ્રીય13 hours ago

કોંગ્રેસ-105, ઉધ્ધવ-95 અને શરદ પવાર 84 બેઠકો પર લડશે

આંતરરાષ્ટ્રીય16 hours ago

McDonald બર્ગર ખાવાથી ફેલાયો આ ખતરનાખ વાયરસ, એકે જીવ ગુમાવ્યો-અનેક લોકો થયાં બીમાર

રાષ્ટ્રીય2 days ago

શેરબજારમાં સતત કડાકા, સેન્સેક્સ 1300 અંક તૂટ્યો

આંતરરાષ્ટ્રીય2 days ago

સમજૂતી બાદ આર્મી ચીફનું પહેલું નિવેદન, જાણો ચીને શું કર્યું

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકાના સિએટલમાં ગોળીબાર, પાંચનાં મોત, કિશોરની ધરપકડ

ગુજરાત2 days ago

શહેરના 87 હોકર્સઝોન માટે સ્ટ્રીટ વેન્ડિંગ કમિટી બનાવાશે

ગુજરાત2 days ago

દંડ ભલે ભરવો પડે પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરશું: વધુ 53 પકડાયા

રાષ્ટ્રીય20 hours ago

ચેઈન સ્નેચિંગનો ચોંકાવનારો કિસ્સો!!! બાઈક સવાર 2 શખ્સોએ ચેઈન ન તૂટતા મહિલાને કેટલાય મીટર સુધી ઢસડી, જુઓ VIDEO

ગુજરાત13 hours ago

OPS સહિતના પ્રશ્ર્નોનું દિવાળી પહેલાં નિરાકરણ લાવવા શિક્ષકો સરકારને ઘેરશે

ગુજરાત2 days ago

સ્વામિનારાયણ મંદિર સામેનો બહુચર્ચિત રસ્તો ખૂલશે

અમરેલી2 days ago

અમરેલીના જાફરાબાદમાં 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો, ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા માસૂમના અવશેષ

Trending