જામનગરમાં વેરો ન ભરતા 32 મિલકતો સીલ : 6ના નળ જોડાણ કટ

જામનગર મહાનગર પાલિકા માં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો / પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં…

જામનગર મહાનગર પાલિકા માં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો / પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં આવતા અને મહાનગર પાલિકા એ 32 મિલકતો સીલ કરી છે. જ્યારે 6 સોસાયટી ઓ ની પાણી સપ્લાય બંધ કરી દીધી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરો નહિ ભરનારા આસામીઓ નો સત્વરે વેરો ભરપાઈ કરવા સૂચના / નોટિસો આપી હતી.વ્યાજમાફી યોજના ની પણ તક આપી હતી.આમ છતાં વેરો ભરપાઈ કરવામાં નહી આવતા ગત તા.6 માર્ચ ના આખરી જાહેર નોટીસ આપી સાત દિવસ ની સમય આપ્યો હતો અને જો સાત દિવસ માં વેરો ભરપાઈ કરવામાં નહી આવે તો પાણી સપ્લાય બંધ કરી તેમજ મિલકત જપ્તી કરી તેનું હરરારજી માં વેચાણ કરી વેરો વસૂલવા માં આવશે તેમ જણાવ્યું હતું.

આમ છતાં વેરો ભરપપાઇ કરવામાં નહી આવતા મહાનગર પાલિકા એ કડક પગલા લેવાનું સોમવાર થી શરૂૂ કર્યું છે.અને મિલકત સિલિંગ અને પાણી સપ્લાય બંધ કરવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે 16 જેટલી સોસાયટી ની પાણી સપ્લાય બંધ કરી હતી જ્યારે આજે ઉમેદ લાલ મોહનલાલ ( જોડીયા વાલા બિલ્ડીંગ) ની 30 મિલકતો ની રૂૂ.2,92,980 ની બાકી વસૂલાત અન્વયે તમામ 30 મિલકતો સીલ કરવામાં આવી હતી.

ઉપરાંત દેવરખીભાઈ પરબતભાઇ ધ્રાંગુ ની રૂૂ.25,75,987 ની બાકી વેરા વસૂલાત અને શ્રીરામ ક્ધટ્રક્શન ભાગીદારી પેઢી ના રૂૂ. 1,43,032 ની બાકી વેરા વસૂલાત અન્વયે તેઓની મિલ્કત સીલ કરવામાં આવી હતી. તેમજ દસ મિલકત ધારો પડે રૂૂપિયા 5 લાખ 40 હજાર ની રકમ ના ચેક સ્થળ પર જ આપી ને વેરો કર્યો હતો . આ ઉપરાંત પાણી ચાર્જની બાકી વસુલાતા અન્વયે જ્ઞાનગંગા ઝોન હેઠળ ના મયુરબાગ , શ્રીજી નગર અને મંગલ ધામ સોસાયટી , સોલેરિયમ ઝોન હેઠળ ના મચ્છર નગર , બેડી ઝોન હેઠળ ના કાપડની ચાલી અને હાઉસિંગ બોર્ડ ની ચાલી માં પાણી સપ્લાય બંધ કરી હતી. જેમાં 1298 ઘર ની પાણી સપ્લાય બંધ કરવામાં આવી છે. આ કામગીરી મ્યુની.કમિશનર ડી એન મોદી ની સૂચના થી આસિસ્ટન્ટુ કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ અને વોટરવર્ક શાખા ના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ સીધી દેખરેખ હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *