શહેરમાં ગુણાતીત નગરમાં રહેતા અને સિરામિક એક્સપોર્ટના વ્યવસાયમાં સંકળાયેલા વેપારીને પરિચિતે પેપર અને સ્ક્રેપ તેમજ થર્મોકોલના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી ભાગીદારી કરી હતી.જોકે પાર્ટનરને બેઈમાનીનો રંગ ચડતાં જ તેણે ધંધામાંથી વળતર તો ઠીક પણ રોકાણના 31.88 લાખ પણ પરત કરવાની ના પાડી દીધી છેતરપીંડી આચર્યાની ફરીયાદ કરતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી છે.
વધુ વિગતો મુજબ,રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક ગુણાતીત નગર મેઇન રોડ ઉપર રહેત કૌશલ યોગેશભાઈ ભોજાણી (ઉ.વ. 26) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં આરોપી તરીકે પાટીદાર ચોક સમન્વય સિલ્વર એપાર્ટમેન્ટમાં રહેતા સાવન રમેશભાઈ ધમસાણીયાનુ નામ આપ્યુ હતે. ફરિયાદમાં જણાવ્યુ હતુ કે આશરે દોઢ વર્ષ પહેલાં સાવન ધમસાણીયા તેમની ઓફિસે આવ્યો હતો. તેણે પોતે પેપરના કાગળો, લોખંડનો સ્ક્રેપ અને થર્મોકોલ રો-મટીરીયલ જેવી વસ્તુઓ વિદેશથી ઈમ્પોર્ટ કરવાનું કામ કરે છે તેવી ઓળખ આપી હતી. આ ધંધામાં રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપી કૌશલભાઈને વિશ્વાસમાં લીધા હતા અને મૌખિક ભાગીદારી કરી હતી.
કૌશલે અલગ-અલગ બેંક ખાતાઓ મારફતે કુલ રૂૂ. 93,21,500 નું સાવન અને તેની પત્નીના ખાતામાં રોકાણ કર્યું હતું. શરૂૂઆતમાં વિશ્વાસ જીતવા માટે સાવને ના અને એન્ટ્રીના ફેરબદલ પેટે કુલ રૂૂ. 61,33,004 પરત આપ્યા હતા.ત્યારબાદ બાકી નીકળતી માતબર રકમ 2 31,88,496 બાબતે ગલ્લાતલ્લા શરૂૂ કર્યા હતા.જ્યારે કૌશલે દિવાળી પહેલા રોકાણ કરેલી રકમનો હિસાબ માંગ્યો, ત્યારે સાવને કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.
સાવનના પિતા અને કાકાની હાજરીમાં મકાન-જમીન વેચીને પૈસા પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સાવને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો અને ઘર છોડીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. અંતે, પોતાની મહેનતના નાણાં અને વ્યવસાયિક રોકાણ ફ્સાઈ જતાં કૌશલ ભોજાણીએ યુનિવર્સિટી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ આગળની તપાસ હાથ ધરી છે.
