જામનગર ના રામેશ્વર ચોક પાસે શંકર ભગવાનના મંદિર પાસે પિયરમાં ગયેલી શાપર વેરાવળની પરિણીતાએ મારે મરી જવું છે તેવું રટણ કરી શરીરે જવલંતશીલ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
વધુ વિગતો મુજબ, રાજકોટના શાપર વેરાવળમાં સાસરુ ધરાવતી અને જામનગર રામેશ્વર ચોકમાં રહેતા પિતા જગદીશભાઈ બારોટના ઘરેગયેલી ચાર્મીબેન મયુરભાઈ લુણાસિયા નામનું 28 વર્ષની પરિણીતાએ બે દિવસ પહેલા રાત્રિના સમયે પોતાના શરીરે ટર્પેન્ટાઈન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તે આખા શરીરે દાજી ગઈ હતી અને તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ ઘટનામાં પરિવારે જણાવ્યું હતું કે તે અહીંયા બે મહિનાથી રોકાઈ છે અને મારે મરી જવું છે તેવું રટણ કરતી હતી.તેમને સંતાનમાં બે દીકરા છે લગ્નને આઠેક વર્ષ થયાં છે.
અન્ય બનાવમાં જામનગરના બેડ ગામે રહેતા સરોજબેન નરેશભાઈ સોનગરા નામના મહિલા અઠવાડિયા પહેલા પોતાના ઘરે બનાવતા હતા ત્યારે તેઓ દાજી જતા તેમને સારવાર માટે જામનગર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
