રાવકીમાં બિહારી યુવાન પર અજાણ્યા શખ્સનો છરીથી હુમલો, માથા-ગુપ્ત ભાગે ઈજા

લોધીકાના રાવકીમાં રહી કંપનીમાં કામ કરતા મુળ બિહારના યુવાન પર કંપની નજીક પાન-ફાકીની કેબીને ફાકી લેવા ઉભો હતો ત્યારે અજાણયા શખ્સે આવી છરીથી હુમલો કરી…

લોધીકાના રાવકીમાં રહી કંપનીમાં કામ કરતા મુળ બિહારના યુવાન પર કંપની નજીક પાન-ફાકીની કેબીને ફાકી લેવા ઉભો હતો ત્યારે અજાણયા શખ્સે આવી છરીથી હુમલો કરી માથા, ગુપ્તભાગે ઘા ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. કોઇ છોકરી સાથે ફોનમાં વાત કરવા મામલે હુમલો થયો હતો. વધુ વિગતો મુજબ, રાવકિમાં એક કંપની પાસે રહેતો મુકેશ રામનાથ રાય (ઉં.વ.19) નામનો બિહારનો યુવાન કંપની નજીક પાન ફાકીની કેબીને હતો ત્યારે અજાણ્યા શખ્સે આવી છરીના ઘા ઝીંકી દેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

મુકેશે જણાવ્યું હતું કે રૂૂમમાં મારો ફોન રેઢો હતો ત્યારે કોઇ રૂૂમ પાર્ટનરે એક નંબર પર મારા ફોનમાંથી વાત કરી લીધી હતી. બાદમાં હું પાનની કેબીને ફાકી ખાવા ગયો ત્યારે ફોન ચેક કરતો હોઇ મેં અજાણ્યો નંબર ડાયલ થયેલો જોતાં આ નંબર કોનો હશે? તે જાણવા ડાયલ કરતાં સામે એક છોકરીએ ફોન રિસીવ કર્યો હતો. એ પછી તેણે તું ક્યાં છો? એવુ પુછતાં મેં કંપની નજીક પાનની કેબીને હોવાનું કહ્યું હતું. આ પછી થોડી જ વારમાં અજાણ્યા શખ્સે આવી બોલાચાલી કરી છરીથી હુમલો કરી દીધો હતો. જે છોકરી સાથે વાત કરી હતી તેના આ સગા હોવાની શંકા જણાવાઇ છે. લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *