બગોદરા હાઇવે પર 3 વાહનો અગનગોળો બન્યા, બેનાં મોત

કાપડ ભરેલું આઇસર ઉલળીને રોંગ સાઇડમાં ચોખા ભરેલા ટ્રક સાથે અથડાતાં વિકરાળ આગ ભભૂકી ઊઠી, ત્રણ લોકો ગંભીર રીતે દાઝયા, હાઇવે ઉપર ટ્રાફિકજામ બાવળા-બગોદરા હાઇવે…

કાપડ ભરેલું આઇસર ઉલળીને રોંગ સાઇડમાં ચોખા ભરેલા ટ્રક સાથે અથડાતાં વિકરાળ આગ ભભૂકી ઊઠી, ત્રણ લોકો ગંભીર રીતે દાઝયા, હાઇવે ઉપર ટ્રાફિકજામ

બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચોટીલાથી અમદાવાદ તરફ જતા કાપડ ભરેલા ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી રાજકોટ ચોખા ભરીને આવતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી અને અન્ય એક આઇસર પણ આ અકસ્માતમાં અથડાયું હતું. આ દરમિયાન ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં વાંકાનેરના ટ્રક માલીકનો ટ્રક લઇને જતા રાજસ્થાનના ચાલક અને આઇસરના ચાલકનું મોત થયું હતું. જયારે જુનાગઢના ટ્રકચાલક સહીત ત્રણને ઇજા થઇ હોય જેને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. બ્લાસ્ટ થયા બાદ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરતા અન્ય ત્રણ વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. 3 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો. અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી હતી.બનાવ બાદ અમદાવાદ- બગોદરા હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો. વ્હેલી સવારે ટ્રાફિક વ્યવહાર પૂર્વવત થયો હતો.

મળતી વિગતો મુજબ વાંકાનેરના ટ્રક માલીક રણછોડભાઇ કળોતરાનો ટ્રક નં. જીજે36 એકસ-7077નો ચાલક કમલ હરીસિંહ કાપડ ભરીને ચોટીલા તરફથી અમદાવાદ જતો હતો જે ટ્રકમાં પંચર પડતા રસ્તો કુદાવી સામેથી ચોખાભરીને રાજકોટ તરફ આવતા આયશર નંબર જીજે11-વીવી- 8127 સાથે અથડાયો હતો. જેની પાછળ અન્ય એક ટ્રક જીજે-11-વીવી- 8885 પણ અથડાયો હતો. અને અકસ્માત બાદ એક ટ્રકમાં આગ ભભુકયા બાદ અન્ય વાહનમાં પણ આગ લાગી હતી. આ સમગ્ર ઘટનમાં બે લોકો જીવત ભડથું થયા હતા જેમાં ટ્રક નંબર જીજે 36 સી 7077ના ચાલક રાજસ્થાનના કમલસિંહ હરિસિંહ (ઉવ 22 )અને અન્ય એક ચાલકનું મોત થયું હતું જયારે જૂનાગઢ ના જીજ્ઞેશ દિલીપભાઈ વાજા (ઉવ32) સહીત ત્રણને ઈજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
અકસ્માતને પગલે રોડની બને સાઈડ બંધ કરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, ઘટનામાં ત્રણ આઇસર ગાડી બળીને ખાખ થયા છે. અકસ્માત એટલો વિકરાળ હતો કે, ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. અમદાવાદ જિલ્લા ટ્રાફિક,બગોદરા કોઠ પોલીસ ઘટના પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

નોંધયની છે કે, અહીં અકસ્માતને પગલે ચાર વહાનોમાં ભયંકરા આગ લાગી હતી. જેથી ધોળકા, બાવળા અને સાણંદ ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. મહામહેનતે પાણીનો મારો ચલાવી 3 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.નોંધનીય છે કે, બે જેસીબી અને એક હિટાચીની મદદ આગમાં બળેલ વાહનોને રોડ પરથી હટાવાયા હતા.જેથી રસ્તાને ફરી વાહન વ્યવહાર માટે શરૂૂ કરી શકાયો હતો.

 

બનાવમાં નજરે જોનારના જણાવ્યા અનુસાર એક ટ્રક ડિવાઈડર કૂદીને સામેની સાઈડ આવ્યો જેમાં ધડાકાભેર અથડયા બાદ આગ લાગી હતી. ટ્રકમાં આગ લગતા ચોખા, પ્લાસ્ટીક પેપર, સિમેન્ટના ટેન્ક બળીને ખાખ થયા છે કાપડના રોલ ભરી આવતા ટૂંકે અકસ્માત સર્જયો છે એક ટ્રક અમદાવાદથી ચોખા ભરીને રાજકોટ તરફ આવતો હતો જયારે બીજો ટ્રક અને ચોટીલાથી કાપડ લઇ અમદવાદ જતો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *