ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાનું પ્રમાણપત્રનુ વિતરણ
ગોંડલ તાલુકાનાં પીપળીયા ખાતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ નાં માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008 નાં નિયમ 1 ના પેટાનિયમ 3 મુજબ એક અદભુત બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં વડોદરા જિલ્લા ના કુલ 36 લોકોને બુદ્ધ ધમ્મ ની દીક્ષા આપવામાં આવી હતી તેમજ બુદ્ધ ધમ્મ અંગીકાર કરાયો હતો. દીક્ષા સમારોહ ની શરૂૂઆત માં ગામની શેરીઓ માં બેનર સહિત પદયાત્રા કાઢવામાં માં આવી હતી.ત્યારબાદ ઉપસ્થિત દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડો ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી,ફૂલ હાર અર્પિત કરવામાં આવેલ.
ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને પંચાગ પ્રણામ અને અનિત્યતા નો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલ નું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવાયેલ હતી. બોધિસત્વ બાબાસાહેબ ની 22 પ્રતિજ્ઞા નું પઠન કરવામાં આવેલ.ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008, અનુસુચિત જાતિ પૈકી બૌદ્ધ નો ગુજરાત સરકાર નો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતી નું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિત ની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. બુદ્ધ ધમ્મનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષ ના પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવેલ. સમાપન ગાથા દ્વારા કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
