પડધરી નજીક ફિલ્મી ઢબે યુવકનું અપહરણ, પોલીસ તપાસમાં મિત્રોએ મજાક કર્યાનું ખુલ્યું

રાજકોટ જામનગર હાઈવે પડધરી નજીક પર મધ્યપ્રદેશના એક યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ થયાની પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઇ ગઈ હતી અને નાકાબંધી કરાવી હતી.આ…

રાજકોટ જામનગર હાઈવે પડધરી નજીક પર મધ્યપ્રદેશના એક યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ થયાની પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઇ ગઈ હતી અને નાકાબંધી કરાવી હતી.આ મામલે તપાસમાં મિત્રોએ મજાક કર્યાનું અને જેના અપહરણની ફરિયાદ થઇ તે યુવાન મધ્યપ્રદેશ તેના વતનમાં હોવાનું જાણ થતા પડધરી પોલીસે આ મામલે યુવાન સહીત ચાર શખ્સોને પુછપરછ માટે તેડું મોકલ્યું છે.આ મામલે તપાસ બાદ ગુનો નોધવા પણ તજવીજ કરી છે.

મળતી વિગતો મુજબ પડધરી નજીક શ્રીદયાલ અમરસિંહ નામના 32 વર્ષના એમ.પી.ના યુવાનનું કાળા કલરની ક્રેટા કારમાં ઘસી આવેલા ત્રણ અજાણ્યા શખ્શો મિત્રની નજર સામેથી અપહરણ કરી ગયાની પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ એમ.પીના ધરમપુરના વતની અને હાલ મોરબી, લાભ નગર 02 ઉપર રહેતા રવિન્દ્રસિંહ ગરીવસિંહ લોધી (ઉ.વ.48) એ પોલીસને જણાવ્યું કે, તે તેની સાથે કામ કરતાં સોનું વિજયરામ, શ્રીદયાલ અમરસિંહ અને કરણ સાથે રહે છે. તમામ મોરબીમાં કૃષ્ણકાંત લોધી સાથે પતરા ફીટીંગનું કામ કરે છે. છેલ્લા બે દીવસથી પડધરી નજીક કારખાનામાં કામ ચાલતું હોવાથી ચારેય ત્યાંજ રહેતાં હતાં.

ગઈ કાલે સવારે તે, સોનું અને શ્રીદયાલ કારખાનેથી ચા-પાણી પીવા નજીકમાં આવેલી કેબીને ગયા હતા. ચા-પાણી પીધાં બાદ ત્રણેય પરત કારખાને જવા રવાના થયા હતા. આ સમયે સોનું આગળ નીકળી ગયો હતો જ્યારે તે અને દયાલ હાઇવે પર ચડ્યા હતા. તે આગળ ચાલતો હતો ત્યારે શ્રીદયાલ કાનમાં હેન્ડસ્ફી ભરાવી ફોનમાં જોતો જોતો પાછળ આવી રહ્યો હતો. આ સમયે શ્રીદયાલની પાસે કાર આવતાં તેને પાછળ જોતાં કાળા કલરની ક્રેટા કારમાં ડ્રાઈવર અને બે અજાણ્યા શખ્શો હોય જેમાંથી એક કે જેણે મોઢે રૂૂમાલ બાંધેલો હતો તેણે નીચે ઉતરી શ્રીદયાલની ગરદન પકડી ગાડીમાં બેસાડી અપહરણ કરી તમામ ભાગી ગયા હતા. બાદમાં આ મામલે શેઠ કૃષ્ણકાંત લોધીને જાણ કર્યા બાદ આ મામલે પડધરી પોલીસને જાણ કરી હતી. પી.એસ.આઈ. જે.જે.વાળા સહિતના સ્ટાફે તપાસ કરતા શ્રીદયાલ અમરસિંહ પોતાના વતન મધ્યપ્રદેશ હોવાનું જણાવ્યું હતું અને તેના મિત્રો જ કારમાં તેને વતન લઇ ગયા હોય આ મામલે પડધરી પોલીસે શ્રીદયાલ અમરસિંહ અને તેની સાથે કારમાં અન્ય ત્રણ શખ્સોને તેડું મોકલ્યું છે. અપહરણની વાત અંગે શ્રીદયાલ અમરસિંહે જણાવ્યું કે તેનો મોબાઇલ બંધ થઇ જતા તે સાથી કર્મચારીઓને જાણ કરી શક્યો ન હતો. આ મમતે તથ્ય કેટલું તે જાણવા તમામને પોલીસે તેડું મોકલ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *