ન્યુ ગણેશનગરના યુવાનને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદ

યુવાનને દવાખાનાનું કામ પડતા તેમણે મિત્ર મારફતે વ્યાજખોર પાસેથી પૈસા લીધા’તા રાજકોટ શહેરના ન્યુ ગણેશ નગરમાં રહેતા યુવાને પોતાનું સ્કૂટર ગીરવે મૂકી પાસેથી 50 હજાર…

યુવાનને દવાખાનાનું કામ પડતા તેમણે મિત્ર મારફતે વ્યાજખોર પાસેથી પૈસા લીધા’તા

રાજકોટ શહેરના ન્યુ ગણેશ નગરમાં રહેતા યુવાને પોતાનું સ્કૂટર ગીરવે મૂકી પાસેથી 50 હજાર વ્યાજે લીધા બાદ તેની પાસેથી વ્યાજખૌરે પઠાણી ઉઘરાણી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.વધુ વિગતો અનુસાર,ભાવીકભાઈ કિરણભાઈ સિતાપરા(ઉ.વ.23)એ ફરિયાદમાં દર્પણ પાનસુરીયા અને શિવરાજસિંહ પરમાર સામે વ્યાજખોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે.ભવિકે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું સોરઠીયાવાડી પાસે આવેલ શ્રીરામ ટ્રાવેલ્સ માં ફોર વ્હીલ ડ્રાઈવીંગ કરું છું. મારા પિતાનું નામ કિરણભાઈ શીવા ભાઈ સિતાપરા જે ઈમીટેશન નું કામ કરે છે.

મારે દવાખાનાના કામે તેમજ બીજા માણસોને રૂૂપીયા આપવાના હોય જેથી ગઈ તા.17/01ના રોજ સાંજના છ વાગ્યે મિત્ર દર્પણ પાનસુરીયાને ફોનથી જણાવેલ કે, મારા પિતાજીના નામનું એક્સેસ હોય જે મારે ગીરવે મુકી રૂૂ.50,000/- લેવા હોય તેમ વાત કરતા આ દર્પણ પાનસુરીયા એ મને શિવરાજસિંહ પરમાર જેઓ ખોડીયાર ટેકરી હુડકો ચોકડી ખાતે રહે છે.ત્યાં જઈ રૂૂબરૂૂ મળવાનું કહેતા અને ત્યાં રાજકોટ-અમદાવાદ હાઈવે સર્વિસ રોડ પાસે જઈને ઉભું રહેવાનું કહેતા હું ત્યાં ગયેલ તે વખતે આ શિવ રાજસિંહ પરમાર તથા દર્પણ ત્યાં આવેલ હતા અને તે વખતે મને આ શિવરાજસિંહ પરમાર એ રૂૂ.45,000 રોકડા આ પેલ હતા.તેમાં 10% વ્યાજના રૂૂ.5000/- કાપીને આપેલ હતા. અને મારી પાસે એક્સેસ ની આર.સી.બુક માંગ તા જે મારી પાસે ન હોય જેથી તેણે દર્પણ સાથે સમજી લેવાનું જણાવેલ હતું અને હું રૂૂપીયા લઈને નીકળી ગયેલ હતો અને મેં આ શિવરાજસિંહ પરમારના મોબાઈલ ઉપર રૂૂ.5000/- લેખે બે અઠવાડીયા નું વ્યાજ આપેલ હતું.

તેમજ દર્પણ પાનસુરીયા ને રૂૂ.500 ગુગલ પે એકાઉન્ટથી આપેલ હતા.બાદમાં આ શિવરાજસિંહ મને તથા મારા પિતાજી કિરણભાઈ ને ફોન કરી વ્યાજના રૂૂપીયાની ઉઘરાણી કરી મને જેમ ફાવે તેમ ગાળો આપી જો વ્યાજના રૂૂપીયા નહી આપ તો મારી નાખવાની ધમકી આપી રૂૂપીયા આપવા દબાણ કરતા હોય જેથી હું ટ્રાવેલ્સમાં ડ્રાઈવીંગ કરવા નીકળી ગયેલ હતો. અને આ શિવરાજસિંહ પરમાર મારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય જેથી બીકનો માર્યો હું ઘરે આવતો ન હતો અને બાદમાં મને તથા મારા પિતા કિરણભાઈ ને દર્પણ પાનસુરીયા એ ફોન કરી શિવરાજસિંહ ને વ્યાજના રૂૂપીયા આપી દેવા દબાણ કરી જેમ ફાવે તેમ ગાળો આપતો હતો અને છેલ્લા ત્રણ-ચાર દીવસથી ઘરે પરત આવી મારા પિતાજીને આ બાબતે વાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *