પડધરીના મોટા ખીજડિયામાં યુવાને ઝેરી દવા પી લેતા તબિયત લથડી
વાંકાનેર રેલવે સ્ટેશન પરથી ઇજાગ્રસ્ત હાલતમા મળી આવેલા અજાણ્યા યુવકે રાજકોટ સારવારમા દમ તોડયો છે. પોલીસે મૃતક અજાણ્યા યુવકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર રેલવે સ્ટેશન પર રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા આશરે 30 વર્ષીય અજાણ્યો યુવક ઇજાગ્રસ્ત હાલતમા મળી આવ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો જયા યુવકનુ મોત નીપજતા પોલીસે મૃતક યુવકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
બીજા બનાવમા પડધરીનાં મોટા ખીજડીયા ગામે શેરુબહાદુર મોહનીયા (ઉ.વ. રર) એ રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડાયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
–