ધોરાજીમાંથી ગુમ થયેલ માતા-પુત્રી ભૂજમાંથી મળ્યા

  ધોરાજી માંથી ગઇ તા 18/03/2025 ના રોજ ગુમ થયેલ માતા પુત્રીને કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ધોરાજી…

 

ધોરાજી માંથી ગઇ તા 18/03/2025 ના રોજ ગુમ થયેલ માતા પુત્રીને કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

ધોરાજી માંથી ગઇ તા 18/03/2025ના રોજ મિરાબેન ઉ.વ.26 તેમની સવા ત્રણ વર્ષની પુત્રી નેન્સીને લઇ પોતાના ઘરેથી કોઇને કાઇ કહ્યા જતા રહ્યા હતા જેની શોધખોળ કરવા છતા મળી આવેલ ન હોય જેથી આ બનાવ બાબતે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં ગુમ અંગેની નોધ કરાવવામાં આવી હતી. ધોરાજી માંથી ગુમ થયેલ મિરાબેન તેમની સવા ત્રણ વર્ષની પુત્રી નેન્સી સાથે ભુજ કચ્છ મધ્યે આવેલ હોવાની હકીકત મળેલ. જે અન્વયે પોલીસ રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને જીલ્લા પોલીસ વડા વિકાસ સુંડાની સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પી.આઈ એસ.એન.ચુડાસમા અને ટીમને ગુમ થનાર મિરાબેન અને તેમની પુત્રી નેન્સીને શોધી કાઢવા સુચના આપેલ જે સુચના અનુસંધાને બન્ને માતા પુત્રી ભુજ સીટી વિસ્તારમાંથી મળી આવતા ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી બન્ને નું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

એલસીબી પી.આઈ એસ.એન.ચુડાસમા સાથે પીએસઆઈ એચ.આર. જેઠી,પીએસઆઈ વાય.કે.પરમાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા,નવીનભાઇ જોષી, જયદેવસિંહ જાડેજા, મહિપાલસિંહ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *