બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા નરેશ ભાઈ ધુડાભાઇ વાટુકીયા એ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફરિયાદી નરેશભાઈના નાના ભાઈ નિલેશભાઈ ઘુડાભાઇ વાટુકીયા ગત 10 જાન્યુઆરી 26 ના સાંજના આશરે સાડા છએક વાગ્યે પીપળીયા ગામે ફોર પી હીરાના કામે બુલેટ લઈને સાંગણપરથી પીપળીયા ગામે જતાં હતાં તે દરમ્યાન લીંબોડા અને પીપળીયા ગામ વચ્ચે પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે બુલેટ સાથે એકસીડન્ટ કર્યો હતો.
જેમાં નિલેશભાઈના માથાના ભાગે ગંભીર ઇજા તથા છાંતીના ભાગે ઇજા તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી નાસી ગયેલ ઇજાગ્રસ્ત નિલેશભાઈને પ્રથમ પાળીયાદ બાદ 108 મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે જઈએ છીએ તમો સીધા બોટાદ સબીહા હોસ્પીટલમાં આવો તેવું રાહદારીએ જણાવેલ. જેથી ફરિયાદી નરેશભાઈ તથા તેના બનેવી બોટાદ સબીહા હોસ્પીટલ ગયેલા ત્યાં પ્રાથમિક સારવાર લઇ વધુ સાર વાર માટે ભાવનગર ખાતે 10 જાન્યુઆરીએ દાખલ કરેલ નિલેશભાઈ ને આઈ સી યુ વોર્ડમાં દાખલ કરેલ પરંતુ તબીયતમાં સુધારો ન જણાતા 12 જાન્યુઆરીએ મેરૂૂ નર્સિંગ હોમ ખાતે દાખલ કરેલ અને આઈ સી યુ વોર્ડમાં સારવાર શરૂૂ હોય તા. 17 જાન્યુઆરીના આશરે 9-30 વાગ્યે મોત નીપજ્યું હતુ.નિલેશભાઈની ડેડ બોડીનું ઙખ ભાવનગર સર ટી હોસ્પીટલ ખાતે કરાવેલ અને ત્યારબાદ તેની અંતીમ વિધી સાંગણપર ખાતે કરવામાં આવેલ.
આમ કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નિલેષભાઈના બુલેટ સાથે એકસી ડન્ટ કરી નિલેશ ભાઇને માથાના ભાગે ગંભીર ઇજા તથા છાતીના ભાગે ઇજા તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી નાસી ગયાની અજાણ્યા વાહન ચાલક વિરૂૂધ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
