જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં રહેતા અને વાણંદ કામ કરતા નિલેશ વિઠ્ઠલભાઈ માવાદીયા નામના વર્ષના વાણંદ યુવાનને પોતાની દુકાનમાં વાળ કાપતી વખતે વાળ કાપવા ના ઈલેક્ટ્રીક મશીન માંથી એકા એક વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ચિરાગભાઈ વિઠ્ઠલભાઈ માવદીયા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના એએસઆઇ આર.વી. ગોહિલ બનાવ ના સ્થળે અને સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
કાલાવડ મોટી નાગાજળ ગામમાં વીજઆંચકો લાગતાં યુવકનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં રહેતા અને વાણંદ કામ કરતા નિલેશ વિઠ્ઠલભાઈ માવાદીયા નામના વર્ષના વાણંદ યુવાનને પોતાની દુકાનમાં વાળ કાપતી વખતે વાળ…
