ખંભાળિયાના ટીંબડીગામે કૂવામાં પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુ

ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40)…

ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40) ઉપર એકાએક તોતિંગ પથ્થર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પુનમબેન લક્ષ્મીસિંગ ચૌહાણ (ઉ.વ. 45) એ અહીંની પોલીસને કરી છે.

ઈક્કો કારનો અકસ્માત: મુસાફરો ઘવાયા
ભાણવડ નજીકના જામ રોજીવાડા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક થઈ રહેલી જી.જે. 25 યુ. 6790 નંબરની એક ઈક્કો મોટરકારના ચાલકે આ માર્ગ પર જઈ રહેલી અન્ય એક ઈક્કો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે આ ઈક્કો મોટરકારમાં જઈ રહેલા નૂરમામદભાઈ હસમભાઈ હિંગોરા (ઉ.વ. 49, રહે. જામ રોજીવાડા) તેમજ તેમના પરિવારજનોને સહિતની નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભાણવડ પોલીસે નૂરમામદભાઈ હિંગોરાની ફરિયાદ પરથી 6790 નંબરની ઈક્કો મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *