મોરબીના લખધીરપુર રોડ સામે નેશનલ હાઈવે પર અજાણ્યા ડમ્પર ચાલકે યુવાનને હડફેટે લેતા મોત થયું હતું અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો સીટી બી ડીવીઝન પોલીસે હીટ એન્ડ રનના બનાવ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. મૂળ મધ્યપ્રદેશના વતની આશિષ ભાગીરથભાઈ આહીરવાર (ઉ.વ.25) નામના યુવાને અજાણ્યા ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર લખધીરપુર રોડ સામે અજાણ્યા ટ્રક ડમ્પર ચાલકે પુરઝડપે ચલાવી ફરીયાદીન ભાઈ સતીશને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો ફરિયાદીના ભાઈ સતીશને પગમાં અને શરીરે ગંભીર ઈજા કરી મોત નીપજાવી અજાણ્યો ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લખધીરપુર પાસે હિટ એન્ડ રન: ડમ્પરના ચાલકે ઠોકરે લેતા યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ સામે નેશનલ હાઈવે પર અજાણ્યા ડમ્પર ચાલકે યુવાનને હડફેટે લેતા મોત થયું હતું અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો…
