જામનગર નજીક હાપામાં યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ભૂપતસિંહ નામના 39 વર્ષના સગર યુવાને ગઈકાલે રાતે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, અને સૌપ્રથમ 108 ની ટુકડી એ આવીને તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. ત્યારબાદ દોરીમાં લટકતા મૃતદેહને નીચે ઉતાર્યો હતો, અને પોલીસને જાણ કરી હતી.
જેથી પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું, તે જાણી શકાયું નથી.
મૃતકના પરિવારજનો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં રહેતા હોવાથી તેઓને જામનગર બોલાવી લેવાયા છે. જેઓ આવી ગયા પછી ચોક્કસ કારણ જાણવા મળી શકશે.
