વાંકાનેર કારખાનામાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરના સરતાનપર રોડ પર ઇટાલીનો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને રોજગારી નહિ મળવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ…

વાંકાનેરના સરતાનપર રોડ પર ઇટાલીનો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને રોજગારી નહિ મળવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ ઇટાલીનો સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મૂળ ઉતરપ્રદેશના રહેવાસી સોભિત બસંતાભાઈ ચમાર (ઉ.22) ના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય અને હાલમાં સિરામિક કારખાનામાં બંધ થતા હોય જેથી તેને રોજગારી નહિ મળવાનું ટેન્શન હોય જે બાબતે મનમાં લાગી આવતા પોતેની જાતે લેબર કવાર્ટરના રૂૂમમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આદર્શ સોસાયટીમા આધેડનો આપઘાત
મોરબીના સરદાર બાગ નજીક ન્યુ આર્દર્શ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.મોરબીના સરદાર બાગ પાછળ આવેલ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા સંજયભાઈ દેવજીભાઈ શેરસીયા (ઉ.55) એ પોતાના ઘરે કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *