પોલીસમાં ઘરફોડ ચોરીનો અલગથી ગુનો નોંધાયો, આઠથી નવ તોલા સોનું કબજે લેવા તજવીજ
રાજકોટ શહેરના યુનિર્વસીટી રોડ પર આવેલા આઇનગરમા રહેતા આધેડના મકાનમાથી મોબાઇલની ચોરી થઇ હતી. આ ઘટનામા તેમણે મોબાઇલ ચોરીની ફરીયાદ નોંધાવતા આરોપીને પોલીસે પકડી લીધો હતો. પોલીસ દ્વારા પુછપરછ કરવામા આવતા આરોપીએ મકાનમાથી 8 થી 9 તોલા સોનુ રૂ. 4.પ0 લાખની ચોરી કર્યાની કબુલાત આપતા તસ્કર વિરૂધ્ધ ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો હતો.
વધુ વિગતો મુજબ યુનિર્વસીટી રોડ પર આઇનગરમા રહેતા જયેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહિલ નામના આધેડે ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા ફાઇનાન્સ સર્વીસ લી. કંપનીમા નોકરી કરે છે. ગઇકાલે યુનિર્વસીટી પોલીસ મથકેથી ફોન આવતા પોલીસે કહયુ હતુ કે તમારા ઘરમા અગાઉ ચોરી થઇ છે જેથી આધેડે તેમના પત્નીને પુછતા તેમણે કહયુ હતુ કે ગઇ તા. 8-9 ના રોજ સાંજના સમયે તેમનુ નવુ બનતુ મકાન દોઢસો ફુટ રીંગ રોડ પર ગયા હતા અને ત્યારે તેઓ મકાન બંધ કરી ત્યા ગયા હતા બાદમા સાંજના સમયે ઘરે આવ્યા હતા અને ઘરમા રહેલો કબાટનો દરવાજો ખુલ્લો હતો અને તેમાથી સોનાના દાગીના ચોરી થયાનુ જાણવા મળ્યુ હતુ.
અને દાગીના બીજે કયાક મુકયા હશે તેમજ દાગીના ન મળતા પરીણીતાએ તેના પતિને જાણ કરી ન હતી તેમજ આમ તેઓના કુલ દાગીના રૂ. 4.પ0 લાખની ચોરી થયાનુ જાણવા મળતા પોલીસે આઇનગરમા રહેતા મયંક શ્યામભાઇ ભંડેરી વિરૂધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
