આરોપીએ ધમકી આપી કે, આજે તો તુ બચી ગયો હવે ક્યાંય વચ્ચે આવીશ તો જીવતો નહીં રહેવા દઉં
પુષ્કરધામ મેઈન રોડ કેવલમ સોસાયટી સામે આવાસ યોજનામાં રહેતા મેહુલભાઈ ભૂપેન્દ્રભાઈ ચાવડા(ઉ.વ.25)સાથે ગટરના પાણી કાઢવા બાબતે નરેન્દ્ર ઉર્ફે લાલો સોનીએ ગાળો આપી પાવડા વડે મારમારી ઢીકા પાટુનો મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મેહુલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલ તા.15/10ના રોજ સાંજના મારી દીકરીને મારા સગા સંગીતાબેન જ્યોતિભાઇ મકવાણા જે અમારા જ બ્લોકની બાજુમાં રહેતાં હોય ત્યાં મૂકવા માટે જતો હોય તે દરમ્યાન મારા બેન સાથે ત્યાં પાડોશમાં જ રહેતો નરેન્દ્રભાઇ કે જેને બધા લાલો કે છે તે સોની જ્ઞાતિના હોય તે મારા બેન સાથે પાણીની ગટ2 બાબતે માથાકૂટ કરતો હોય જેથી મેં કહેલ કે શા માટે માથાકૂટ કરો છો તો આ નરેંદ્રભાઇ મને તથા મારા બેનને ગાળો બોલવા લાગેલ અને ગટર તેણે બંધ કરી દીધેલ હતી.
તેમણે જ્ઞાતિ પ્રત્યે પણ બોલવા લાગેલ મેં તેમને કહેલ કે અમે સફાઇ કરતાં હોય તો આ ગટર પણ અમને સાફ કરવામાં વાંધો નથી તેમ છતાં પણ આ નરેન્દ્રભાઈ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને તેની પાસે રહેલ પાવડાનો એક ઘા કરેલ અને મને ડાબા હાથે કોણી પાસે તથા ડાબી બાજુ વાંસાના ભાગે મારી દીધેલ અને મારા બેન તથા મારા બાપુજી આવી ગયેલ મને વધુ મારમાંથી છોડાવેલ હતા.આ નરેન્દ્રભાઇએ ગળાના ભાગે પણ જાપટ મારેલ તથા પડખાના ભાગે ઢીકાપાટૂ મારેલ અને કહેલ કે આજે તો તું બચી ગયો હવે ક્યાંય પણ વચ્ચે આવ્યો તો તને જીવતો નહીં રહેવા દઉં તેમ ધમકી આપેલ આ દરમ્યાન ત્યા ઘણા માણસો ભેગા થઇ જતા વધુ માર માંથી છોડાવેલ હતાં.
