કેશોદમાં યુવક પર હુમલો, આંખ પાસે ખૂંપી ગયેલા દાંતરડા સાથે જ હોસ્પિટલે ખસેડ્યો

પોલીસ ભરતીની દોડની પ્રેક્ટિસ કરવા જતો હતો ત્યારે રસ્તેથી નીકળવા પ્રશ્ર્ને હુમલો કરાયો જુનાગઢના કેશોદમાં રસ્તા પર નીકળવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર જીવલેણ…

પોલીસ ભરતીની દોડની પ્રેક્ટિસ કરવા જતો હતો ત્યારે રસ્તેથી નીકળવા પ્રશ્ર્ને હુમલો કરાયો

જુનાગઢના કેશોદમાં રસ્તા પર નીકળવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર જીવલેણ હુમલો થયો છે, જેમાં હુમલાખોરે યુવકની આંખમાં દાંતરડું ઘુસાડી દીધું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ યુવકને રાજકોટ હોસ્પિટલ ખસેડાયો છે.


સુભાષ રામદેભાઇ કરગઠિયા નામનો 18 વર્ષીય યુવાન પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરવા માટે પોતાના મિત્રો સાથે એનપી કોલેજ ગ્રાઉન્ડમાં જઈ રહ્યો હતો. ત્યારે ઇન્દિરાનગરમાં કોમલ નાથાભાઈ રાઠોડ નામના શખ્સે તેમને આ રસ્તેથી નીકળવું નહીં તેવી ધમકી આપી હતી.


આ યુવાનો દોડની પ્રેક્ટિસ કરીને પરત જઈ રહ્યા હતા ત્યારે કોમલ નાથાભાઈ રાઠોડ નામના શખ્સે આ યુવાનોને રોકીને ધમકી આપી હતી અને દાતરડાથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરે દાતરડું સુભાષ કરગઠિયાની ડાબી આંખમાં ઉંડે સુધી ઘુસાડી દીધું હતું.


સુભાષ કરગઠિયા નામના યુવકની ડાબી આંખ અને નાકના વચ્ચેના ભાગે દાતરડું ઉંડે સુધી ઘુંસી ગયું હતું. યુવકના મોઢા ભાગે ઘુંસાડાયેલું દાતરડું ન નીકળતાં યુવકને દાતરડાં સાથે કેશોદ અને જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. પોલીસે ઇજાગ્રસ્ત યુવકના પિતા રામદેભાઇ ભોવાનભાઈ કરગઠિયાની ફરિયાદ આધારે કોમલ નાથાભાઈ રાઠોડ નામના શખ્સ વિરુદ્ધ ગેરકાયદેસર રોકી, ઇજા પહોંચાડી, ધમકી આપી હત્યાનો પ્રયાસ સહિત કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *