રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેણીનું લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં માલવિયાનગર પોલીસે બાળ આરોપીને પકડી લીધો છે. આરોપીને બાળ અદાલતમાં રજૂ કરવામાં આવેશે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, માલવિયા પોલીસ મથકના પીઆઈ જે.આર. દેસાઈની રાહબરીમાં પીએસઆઈ એમ.જે. ધાંધલ, એએસઆઈ હિરેનભાઈ પરમાર, સૈલેષભાઈ ખીહડિયા, મહેશભાઈ રૂદાલતા, મનીષભાઈ સોઢીયા, ચિત્રકેતુસિંહ ઝાલા અને અમરદિપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તા. 17/1ના રોજ માલવિયાનગર વિસ્તારના મવડી નજીક સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ફરાર બાળ આરોપીને પોલીસે પકડી લીધો છે. બાળ આરોપીને અદાલતમાં રજૂ કરાયો હતો.
મવડી વિસ્તારની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર તરૂણની ધરપકડ
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેણીનું લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં માલવિયાનગર પોલીસે બાળ આરોપીને પકડી લીધો છે.…
