સોમવારે અમદાવાદમાં વડાપ્રધાનનો 1.6 કિ.મી.નો રોડ શો

હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી આયોજન, એક લાખ લોકોને કરશે સંબોધન એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી 12 સ્ટેજ બનાવાયા, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાશે રજૂ વડાપ્રધાન…

હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી આયોજન, એક લાખ લોકોને કરશે સંબોધન

એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી 12 સ્ટેજ બનાવાયા, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાશે રજૂ

વડાપ્રધાન મોદી સોમવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં જાહેરસભા ઉપરાંત તેઓ 1.6 કિમીનો રોડ શો પણ યોજશે. બપોરે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ વડાપ્રધાન હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે. ત્યારબાદ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધશે. તેમના રોડ શો અને સભામાં એક લાખ લોકો એકત્રિત થવાનો અંદાજ છે.

આ પહેલાં પીએમ મોદીની મુલાકાતના કાર્યક્રમમાં 25મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં ફક્ત જાહેરસભાનું જ આયોજન હતું, જોકે હવે એમાં રોડ શો ઉમેરવામાં આવ્યો છે. પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પર જશે. અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ 12 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં 5500 કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત અને જાહેરસભાને સંબોધવાના છે. રેલવે રોડ બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરેના કરોડો રૂૂપિયાનાં વિકાસકાર્યોના તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. લોકો વડાપ્રધાનને આવકારવા માટે ખૂબ ઉત્સાહિત છે ત્યારે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી 1.6 કિમીનો રોડ શો યોજાનાર છે. 26મીએ મારુતિ સુઝુકીના ઊટ હબનું લોકાર્પણ કરશે.

આ ઉપરાંત અમદાવાદના શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજલાઈન નાખવાના 110 કરોડનાં કામ, ચાંદખેડા અને નારણપુરામાં 50 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવામાં આવશે.

શહેરના વાડજના રામાપીર ટેકરા ખાતે 133.42 કરોડના ખર્ચે બનાવેલાં 1,449 આવાસ તથા 130 દુકાનનું લોકાર્પણ કરશે. સીજી રોડ અને લો ગાર્ડનની આસપાસનો 6.6 કિમીના વિસ્તારને 100 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે, જેમાં સ્કલ્પ્ચર, પ્લે ગાર્ડન એરિયા, ફૂટપાથ, પ્લેસ મેકિંગ સાથે બ્યૂટિફિકેશન કરવામાં આવશે. આ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત વડાપ્રધાન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *