રામવન નજીક સુરભી ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી 174 દારૂની બોટલ મળી

કારખાનું ભાડે રાખનારની શોધખોળ : દારૂની હેરાફેરી કરતો શખ્સ પકડાયો: ઠેબચડા પાસેથી દારૂના જથ્થા સહિત 5.29 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ શહેરના કોઠારીયા રીંગ રોડ…

કારખાનું ભાડે રાખનારની શોધખોળ : દારૂની હેરાફેરી કરતો શખ્સ પકડાયો: ઠેબચડા પાસેથી દારૂના જથ્થા સહિત 5.29 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

શહેરના કોઠારીયા રીંગ રોડ રામવન પાસે સુરભી ઈન્ડસ્ટ્રીઝમાં ભાડાના કારખાનામાં દારૂની હેરાફેરી કરતાં શખ્સને 174 દારૂની બોટલ સાથે ઝડપી લેેવામાં આવ્યો હતો. આ સાથે જ ત્યાંથી બીજા ત્રણ બાઈક કબજે કરવામાં આવ્યા હતાં. તેમજ કારખાનું ભાડે રાખનાર શખ્સની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
વધુ વિગતો મુજબ, સુરભી ઈન્ડસ્ટ્રીઝ શેરી નં.3માં મેઘરાજ પટગીરના કારખાનામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.ચુડાસમા, એએસઆઈ મનરૂપગીરી ગોસ્વામી, એ.એસ.આઈ. ભરતભાઈ વાઘેલા, દિવ્યરાજસિંહ જાડેજા, હિતેષભાઈ પરમાર, સતુભા જાડેજા, રવિરાજભાઈ પટગીર અને સ્ટાફે દરોડો પાડી દારૂની હેરાફેરી કરતાં આકાશ ઉર્ફે જીગો ધીરૂભાઈ સાંગાણી (રહે.કોઠારીયા રીંગ રોડ રામપાર્ક)ને પકડી તેની પાસેથી 174 બોટલ દારૂ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ દારૂ સાથે ત્રણ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.

તેમજ કારખાનું ભાડે રાખનાર મેઘરાજ કનુભાઈ પટગીરની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બીજા દરોડામાં સરધાર પાસેથી વિશ્ર્વદીપસિંહ ઉર્ફે ભુરો ઈન્દ્રસિંહ જાડેજાને 23 દારૂની બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

ત્રીજા દરોડામાં આજી ડેમ પોલીસના પીએસઆઈ જે.જી.રાણા, એએસઆઈ રવિભાઈ વાંક, હારૂનભાઈ ચાનીયા અને કિશનભાઈ બાલાસરા સહિતના સ્ટાફે ઠેબચડા ગામેતી ગોરધન માવજીભાઈ સરવૈયાને પકડી દારૂની 80 બોટલ ભરેલી કાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પુછપરછમાં સાગર ઉર્ફે વિજય ગોરધન સરવૈયાનું નામ ખુલતાં તેમની શોધખોળ હાથ ધરી છે. આરોપી પાસેથી રૂા.5.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *