ખંભાળિયા નજીક બાઇક આડે ભેંસ ઉતરતા યુવાનનું અપમૃત્યુ

રખડતા પશુએ વધુ એકનો ભોગ લીધો ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા આવ્યા હરદેવસિંહ ઉર્ફે હરૂૂભા વજુભા જાડેજા નામના 44 વર્ષના યુવાન ગત તારીખ 16…

રખડતા પશુએ વધુ એકનો ભોગ લીધો

ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા આવ્યા હરદેવસિંહ ઉર્ફે હરૂૂભા વજુભા જાડેજા નામના 44 વર્ષના યુવાન ગત તારીખ 16 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે ખંભાળિયાથી પોતાનું કામ પતાવીને મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આરાધના ધામ રોડ પર તેમના મોટરસાયકલ આડે ભેંસ ચડી આવતા મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું.

જેથી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અરવિંદસિંહ વજુભા જાડેજાએ વાડીનાર મરીન પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *