હુડકો કવાર્ટરમાં બેભાન થઇ જતાં રિક્ષાચાલકનું મૃત્યુ
શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયું છે. સોમનાથ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયું છે. જયારે હુડકો કવાર્ટરમાં બેભાન થઇ જતા રીક્ષાચાલક યુવાનનું મૃત્યુ નીપજયું છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટી શેરી નં.9માં રહેતા ધર્મેન્દ્રભાઇ ગંગાપ્રસાદ શાહની (ઉ.વ.44) નામનો યુવાન પોતાના ઘરે બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ બે બહેનમાં વચેટ અને કલરનો કોન્ટ્રાકટ રાખતા હતા તેઓ મુળ ઉતરપ્રદેશના વતની છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે. હાર્ટ એટેકથી મોત થયાનું જાણવા મળ્યું છે.
જયારે બીજા બનાવમાં કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતા ઉમેશભાઇ કનુભાઇ ધોળકીયા (ઉ.39) નામના યુવાનનું બેભાન થઇ જતા મોત નીપજયું હતું. પ્રાથમિક તપાસમાં એક ભાઇએ બે બહેનમાં મોટા અને રીક્ષા ચાલક હતા.
